Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં કોરોનાના વધતા કેસો : આવતીકાલથી અનલોક ૨.૦ : આજે વધુ ચાર કેસો નોંધાયા…

  • ગુુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં અનલોક ૨.૦ જાહેર કરાયેલ છે, જેમાં કર્ફ્યુના સમયમાં ઘટાડો કરવામાં આવેલ છે…

  • આણંદ શહેર સહિત જિલ્લામાં લોકોમાં સાવચેતીના અભાવે કોરોનાએ ચિંતાજનક ઝડપ પકડી છે…

આણંદ : ગુુજરાત સહિત દેશના કેટલાક રાજ્યોમાં અનલોક ૨.૦ જાહેર કરાયેલ છે, જેમાં કર્ફ્યુના સમયમાં ઘટાડો કરવામાં આવેલ છે. ત્યારે આણંદ શહેર સહિત જિલ્લામાં લોકોમાં સાવચેતીના અભાવે કોરોનાએ ચિંતાજનક ઝડપ પકડી છે. જેથી વધુ ચાર વ્યક્તિઓને ઝપેટમાં લીધા છે. જોકે હજીયે સંક્રમિત અને બીમારી ધરાવતા કેટલાક લોકો કદાચ ડરના માર્યા કોરોના સેમ્પલ આપવા બહાર આવતા નથી. આથી વાસ્તવિક આંકડો કદાચ વધારે હોઇ શકેની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.

પ્રાપ્ત માહિત અનુસાર, આજે ચાર પોઝીટીવ નોંધાયેલ કેસોમાં (૧) તારાપુરના આમલીયારા ખાતે સ્વામી નારાયણ મંદિર પાછળ રહેતા ૩૬ વર્ષીય પુરુષ (ર) આણંદ શહેરમાં ૮૦ ફુટ રોડ ખાતે વ્રજધામમાં પ૦ વર્ષીય પુરુષ (૩) આણંદ શહેરના રોયલ સીટી ખાતે ૬૮ વર્ષીય પુરુષ, (૪) ખંભાતમાં રામનગર સોસાયટીમાં ૪૨ વર્ષીય પુરુષ નાઓનો રિપોર્ટ પોઝીટીવ આવતાં સારવારઅર્થે ખસેડવામાં આવેલ છે. આ સાથે કુલ આંકડો ૨૩૦ નોંધાયો છે. જેમાં હાલ કુલ ૩૫ દર્દીઓ સારવાર હેઠળ છે.

જે પૈકી ૧૮ દર્દીઓ શ્રી ક્રિષ્ના હોસ્પીટલ કરમસદ ખાતે તેમજ ૧૩ દર્દી એમએમસી વડોદરા ખાતે અને ૧ દર્દી ગોત્રી ખાતે અને ૧ દરદી જનરલ હોસ્પીટલ આણંદ તેમજ ૧ દરદી કાર્ડીયાક કેર ખંભાત ખાતે અને ૧ દર્દી કષ્ટભંજન હોસ્પીટલ વડોદરા ખાતે આઈસોલેસન વોર્ડમાં સારવાર હેઠળ છે. આ સાથે અત્યાર સુધી જિલ્લામાં કુલ ૧૩ દર્દીઓ કોરોનાને લઈ મૃત્યુ પામેલ છે.

આજે પોઝિટિવ કેસ નોંધાતા તે સ્થળોએ આરોગ્ય, પોલીસ સહિતની ટીમો પહોંચી હતી. જયાં સેનેટરાઇઝ, પરિવાર અને નજીકના સંપર્કોનો મેડીકલ ચેકઅપ સર્વ તથા કન્ટેન્ટમેન્ટ ઝોન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Related posts

નવરાત્રીને શાંતિપૂર્ણ પાર પાડવા પોલીસ સુસજ્જ : તમામ જગ્યાઓએ પોલીસ તૈનાત…

Charotar Sandesh

ઉમરેઠ બેઠક પર હારેલ ઉમેદવાર NCPના જયંત બોસ્કીએ હારનું મુખ્ય કારણ જણાવ્યું, જુઓ

Charotar Sandesh

સાસંદ દેવુસિંહ ચૌહાણનો કેન્દ્રના કેબિનેટમાં સમાવેશ થતાં નડિયાદમાં આતશબાજી-ખુશીનો માહોલ

Charotar Sandesh