Charotar Sandesh
ગુજરાત

વિધાનસભા અધ્યક્ષે માસ્કનું ચેકિંગ કર્યુ, ૪ કર્મચારીને ફટકાર્યો ૫૦૦ રૂ.નો દંડ…

ગાંધીનગર : કોરોનાનું સંકમણ વધી રહ્યું છે તેને નાથવા માટે રાજ્ય સરકારે કારણે માસ્ક નહિ પહેરનાર પાસે થી ૫૦૦ રૂપિયા દંડ લેવા નો નિર્ણય કર્યો છે ત્યારે ગુજરાત વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી એ તેના એક દિવસ પહેલા જ તેમના ત્યાં આવનાર માસ્ક નહી પહેરનાર માટે ૫૦૦ રૂપિયા દંડની જોગવાઈ કરી દીધી હતી.આજે સવારે રાજેન્દ્ર ત્રિવેદીએ વિધાનસભામાં સરપ્રાઈઝ ચેકીંગ કર્યું હતું. તેઓ વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીના કાર્યાલય પર ગયા હતા.

તેઓએ વિપક્ષ ના નેતા ઉપરાંત વિધાનસભા ના સચિવ ડી એમ પટેલ ની કચેરી ની મુલાકાત લીધી હતી. જેમાં ૪ વ્યક્તિ માસ્ક પહેર્યા વિના મળી આવ્યા હતા. જેમને ૫૦૦ રૂપિયા લેખે દંડ કર્યો છે. બીજી તરફ હવે વિધાનસભામાં કોઈ માસ્ક વગર બીજી વખત પકડાશે તો તેમને ૧૦૦૦ રૂપિયા દંડ અને ત્યાર બાદ અધક્ષના આદેશના અનાદરની નોટિસ આપવામાં આવશેઆજે ૨ વક્તિઓની તબિયત નાદુરસ્ત જણાતા તેમને નોટિસ આપી રજા પર ઉતારી દેવાયા છે.

Related posts

ગુજરાતમાં અમદાવાદ શહેર બન્યું કોરોનાનું ફરી હોટસ્પોટ : નોંધાયા સૌથી વધુ કેસ

Charotar Sandesh

રાજ્યની આ તમામ બોર્ડરો પર આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત…

Charotar Sandesh

હવે નવી મુદત નહિ પડે… લાભ પાંચમથી હેલ્મેટ-પીયૂસીનો અમલ શરૂ…

Charotar Sandesh