Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં સરેરાશ ૪૨% વરસાદ નોંધાયો, પાંચ દિવસ ભારે વરસાદની વકી…

ગાંધીનગર : ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે અને લોકો ગરમી-ઉકળાટથી ત્રસ્ત થયા છે. રાહતની વાત એ છે કે આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘દક્ષિણ રાજસ્થાન અને તેની આસપાસ ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. જેના પગલે આગામી રવિવારે બનાસકાંઠા-પાટણ, સોમવારે અરવલ્લી-મહીસાગર, મંગળવારે સુરત-નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી, બુધવારે નવસારી-વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-બનાસકાંઠા-પાટણ-ભરૂચ-સુરત-ડાંગ-તાપી-અમરેલી-ભાવનગર, ગુરૂવારે વલસાડ-દમણ-દાદરા નગર હવેલી-આણંદ-પંચમહાલ-વડોદરા-છોટા ઉદેપુર-નર્મદા-ભરૂચ-સુરત-ડાંગ-તાપી-જુનાગઢ-અમરેલી-ભાવનગર-ગીર સોમનાથ-બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે.
આજે અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન ૩૬.૭ ડિગ્રી-હવામાં ભેજનું પ્રમાણ ૬૦% નોંધાયું હતું. આગામી ૩ દિવસ દરમિયાન અમદાવાદમાં હળવાથી મધ્યમ જ્યારે આગામી ૬-૭ ઓગસ્ટના ભારે વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હજુ સુધી ૧૩.૮૧ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૪૨.૨૩% વરસાદ નોંધાયો છે. જેમાં જૂનમાં ૪.૮૧ ઈંચ જ્યારે જુલાઇમાં ૯ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.

Related posts

છેલ્લા બે વર્ષમાં સરકારે માત્ર ૧,૭૭૭ લોકોને જ સરકારી નોકરી આપી…

Charotar Sandesh

લીલા શાકભાજી બાદ હવે લીંબુ-મરચાના ભાવ વધતા ગૃહિણીઓના બજેટ ખોરવાયાં…

Charotar Sandesh

તમામ નગરપાલિકાઓને જર્જરિત પાણીની ટાંકીઓનું ત્વરિત રીપેરિંગ કરવા આદેશ…

Charotar Sandesh