Charotar Sandesh
ઈન્ડિયા

જમ્મુ-કાશ્મીરમાં રાજકીય નવા-જૂનીના એંધાણ, ભાજપે બોલાવી ઇમરજન્સી બેઠક…

જમ્મુ : જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની મુક્તિ સાથે જમ્મુ-કાશ્મીર માં ફરી એકવાર રાજકીય હલચલ વધી ગઈ છે. ગુરુવારે રાજ્યના અનેક રાજકીય પક્ષોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં એક નવું ગઠબંધન બનીને ઉભર્યું હતું. ગુરુવારે મળેલી બેઠકમાં જમ્મુ-કાશ્મીરના રાજકીય પક્ષોએ ‘ગુપકાર કરાર’ અંગે ચર્ચા કરી હતી. તેમાં નેશનલ કોન્ફરન્સ, પીડીપી સહિત અન્ય ચાર પક્ષોના નેતાઓએ તેમાં ભાગ લીધો હતો. આ બેઠક નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ બોલાવી હતી. ફારૂક અબ્દુલ્લાના ઘરે થયેલી આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. આ સાથે જ આજે આ મામલે ભાજપ બેઠક કરશે. મહેબૂબા મુફ્તી આજે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી શકે છે.
ગુપકાર બેઠક દરમ્યાન જમ્મુ-કાશ્મીરની મુખ્યધારાની પાર્ટીઓ જે ગુપકાર કરારની હસ્તાક્ષરકર્તા છે અને એક ગઠબંધન બનાવ્યું છે અને તેને પીપુલ્સ અલાયન્સ નામ આપ્યું છે. આપને જણાવી દઇએ કે ગુપકાર કરારમાં આ રાજકીય પક્ષોએ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાની સાથે ચેડા કરવા નહીં દેવાની કસમ ખાધી હતી. આ નવા ગઠબંધનમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી સિવાય પીસી, સીપીઆઈ (એમ), એએનસી અને જેકેપીએમનો પણ સામેલ છે. ગુપકાર મીટિંગમાં ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે અમે મહેબૂબા મુફ્તીને ૧૪ મહિના પછી તેમની મુક્તિ માટે અભિનંદન આપવા ભેગા થયા છે. અમે આ ગઠબંધનને ગુપકાર કરાર કહેવાનું નક્કી કર્યું છે.
અમે ભારત સરકારને રાજ્યના લોકોના હક પરત કરવાનું જણાવીએ છીએ. જમ્મુ-કાશ્મીરના રાજકીય મુદ્દાને ઉકેલાવવાની જરૂર છે. અમે તમામ રાજકીય કેદીઓને મુક્ત કરવાની માંગ કરીએ છીએ. અમે ફરીથી મળીશું અને વ્યૂહરચના ઘડીશું. આ મુદ્દે ગુરુવારે જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ સીએમ મહેબૂબા મુફ્તીએ પણ એક ટ્‌વીટ કરી છે. પોતાની ટિ્‌વટમાં મહેબૂબા મુફ્તીએ લખ્યું છે કે ગુપકાર કરાર નેશનલ કોન્ફરન્સ (એનસી), પીડીપી, પીસી, સીપીઆઈ (એમ), એએનસી અને જેકેપીએમનું સંયુક્ત જોડાણ છે જે જમ્મુ-કાશ્મીરના લોકોના અધિકારો અને સન્માનને પુનઃ સ્થાપિત કરવા માટે પ્રયત્નશીલ છે.

Related posts

ભારતીય સુરક્ષાબળોએ શોપિયામાં ગત ૨૪ કલાકમાં ૯ આતંકવાદીઓને કર્યા ઠાર…

Charotar Sandesh

કોરોના વાઇરસનો ખૌફ : વિદ્યાર્થીના પિતાનો ટેસ્ટ પોઝિટિવ મળતા ખળભળાટ…

Charotar Sandesh

હાય રે મોંઘવારી : દેશના ૧૩૫ જિલ્લામાં પેટ્રોલ ૧૦૦ રૂ.ને પાર…

Charotar Sandesh