Charotar Sandesh
વર્લ્ડ

ઓક્સફર્ડ વેક્સિન ટ્રાયલમાં એક વોલેન્ટિયરનું મોત : રસીનું ટ્રાયલ રોકાશે નહીં…

બ્રાઝિલ : કોરોના વાયરસ સામે લડવા માટે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાઝેનેકાની જે રસીથી અત્યાર સુધી સૌથી વધુ આશા વ્યકત કરાય રહી હતી બ્રાઝીલમાં તેના ત્રીજા તબક્કાના ટ્રાયલમાં એક વોલેન્ટિયરનું મોત થઇ ગયું છે. બ્રાઝિલિયન હેલ્થ ઓથોરિટી અન્વિસાએ આ માહિતી આપી. જો કે, આ વોલેન્ટિયરને રસી આપવામાં આવી ન હતી અને તેથી જ રસીનું ટ્રાયલ રોકાશે નહીં.
ફેડરલ યુનિવર્સિટી ઓફ સાઓ પાઉલોની મદદથી બ્રાઝિલમાં કોરોના વાયરસની રસી છઢડ્ઢ૨૨૨ ના ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું હતું. યુનિવર્સિટીએ માહિતી આપી છે કે મૃત્યુ પામનાર વોલેન્ટિયર બ્રાઝિલના જ હતા. બ્લૂમબર્ગના મતે ૨૮ વર્ષના વોલેન્ટિયરને રસી આપવામાં આવી ન હોતી. છહદૃૈજટ્ઠ એ કહ્યું છે કે અકસ્માત બાદ પણ રસીનું ટ્રાયલ ચાલુ રહેશે પરંતુ તેના વિશે વધારે માહિતી આપવામાં આવી નથી. તો ઓક્સફર્ડના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે રસીની સુરક્ષા વિશે ચિંતા કરવાની જરૂર નથી.
આની પહેલાં સપ્ટેમ્બરમાં બ્રિટનમાં રસીના ટ્રાયલ દરમ્યાન એક વોલેન્ટિયરને હોસ્પિટલ લઇ જવો પડ્યો હતો. ત્યારબાદ દુનિયાભરમાં ટ્રાયલ રોકી દેવાયું. જો કે બાદમાં અમેરિકાને છોડીને બાકીની તમામ જગ્યાઓ પર ટ્રાયલ ફરીથી શરૂ થઇ ગયું. રિપોર્ટસમાં કહેવામાં આવ્યું છે કે હવે યુ.એસ.માં પણ હ્લડ્ઢછ (ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન) એ સલામતી ડેટાનો રિવ્યુ કર્યા બાદ ફરી ટ્રાયલ શરૂ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ હવે ફરી એકવાર સવાલ ઉભો થયો છે કે બ્રાઝિલની ઘટના બાદ શું નિર્ણય લેવામાં આવશે.

Related posts

ચીન કોરોના વાયરસઃ એક જ દિવસમાં ૨૪૦થી વધુના મોત…

Charotar Sandesh

સુલેમાની અમેરિકા માટે ખરાબ વાતો કરતા એટલે મારવાનો આદેશ આપ્યો : ટ્રમ્પ

Charotar Sandesh

કેનેડામાં જાહેરમાં ચાકુથી હુમલા બાદ નાસભાગઃ બેના મોત, પાંચ લોકો ઘાયલ…

Charotar Sandesh