Charotar Sandesh
વર્લ્ડ

બ્રાઝિલને કોરોના વેક્સિનની જરૂર નથી : રાષ્ટ્રપતિ બોલસોનારો

બ્રાઝિલિયા : કોરોનાના વધતા ખતરાને નજરઅંદાજ કરતાં બ્રાઝીલના રાષ્ટ્રપતિ જૈર બોલસોનારોએ ફરી એકવખત અજીબોગરીબ નિવેદન આપ્યું છે. રાષ્ટ્રપતિએ કહ્યું કે બ્રાઝીલને વેક્સીનની જરૂર નથી. તેમણે કહ્યું કે તેઓ રસી લેશે નહીં, તેની સાથે જ તેમણે રસી પ્રોગ્રામ પર પણ ગંભીર પ્રશ્ન ઉઠાવ્યા.
એક નિવેદનમાં જૈર બોલસોનારો એ કહ્યું કે હું તમને કહી રહ્યો છું કે હું આને લેવાનો નથી. આ મારો હક છે. રાષ્ટ્રપતિનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાયરલ છે. બોલસોનારો એ માસ્કના ઉપયોગને લઇને પણ કેટલાંય પ્રશ્નો કર્યા. તેમણે કહ્યું કે આ સંબંધમાં ખૂબ જ ઓછા પુરાવા છે કે માસ્ક કોરોના વાયરસ સંક્રમણને રોકવામાં પ્રભાવી છે. જો કે એ વાત અલગ છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન સહિત તમામ સ્વાસ્થ્ય એજન્સીઓ કોરોનાથી જંગમાં માસ્કને કારગર હથિયાર બતાવી રહ્યા છે.
એક બાજુ દુનિયા વેક્સીનની રાહ જોઇ રહ્યું છે તો બ્રાઝીલના રાષ્ટ્રપતિનું આ નિવેદન દર્શાવે છે કે કોરોનાને ઓછો આંકવાની તેમની આદત પણ હજુ યથાવત છે. બોલસોનારો એ આની પહેલાં પણ કહ્યું છે કે રસી ઉપલબ્ધ થયા બાદ બ્રાઝીલના લોકોને રસીની જરૂર પડશે નહીં. એટલું જ નહીં થોડાંક સમય પહેલાં જ તેમને ટિ્‌વટર પર રસી પ્રક્રિયાની મજાક ઉડાવતા કહ્યું હતું કે રસીની જરૂરિયાત માત્ર તેમના કૂતરાને છે.

Related posts

દુનિયાભરમાં અમારી પોલિસી એક સમાન, પાર્ટીઓની રાજનીતિક સ્થિતિ નથી જોતા : ફેસબુકે સ્પષ્ટતા કરી

Charotar Sandesh

ફાઈઝર અને મોડર્ના પાસે ઓર્ડર ફુલ, ભારતને રસી માટે જોવી પડશે લાંબી રાહ…

Charotar Sandesh

અમેરિકામાં કોરોના સક્રમિતોનો આંકડો ૨૦ લાખને પાર, ન્યુયોર્ક સૌથી વધુ પ્રભાવિત…

Charotar Sandesh