Charotar Sandesh
ઈન્ડિયા

દેશમાં કોરોનાથી રિકવરી દર ૯૪.૨૦ ટકા મૃત્યુદર ૧.૪૫ ટકા થયો…

૨૪ કલાકમાં ૩૬૫૯૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, વધુ ૫૪૦ના મોત…

ન્યુ દિલ્હી : કોરોનાથી દેશમાં ૨૪ કલાકમાં ૫૪૦ દર્દીઓના મતો થયા છે જેને પગલે કુલ મૃત્યુઆંક વધીને ૧,૩૯,૧૮૮ થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ છેલ્લા એક દિવસમાં કોરોનાના વધુ ૩૬,૫૯૫ પોઝિટિવ કેસો નોંધાતા કુલ કેસ લોડ વધીને ૯૫૭૧,૫૫૯ થયો છે. બીજીતરફ સારી બાબત એ છે કે કોરોનાથી રિકવર થયેલા દર્દીઓ આંક પણ વધીને ૯૦ લાખને પાર જતા રિકવરી દર ૯૪.૨૦ ટકા થયો છે.
સરકારે જાહેર કરેલા આંકડા મુજબ કોવિડ ૧૯થી મૃત્યુદર ૧.૪૫ ટકા થયો છે. કુલ રિકવર થયેલા દર્દીઓ આંકડો ૯૦,૧૬,૨૮૯ પર પહોંચ્યો હતો. સતત ૨૪માં દિવસે કોરોનાના એક્ટિવ કેસો ૫ લાખની નીચે ૪,૧૬,૦૮૨ રહ્યા હતા. કોરોનાના કુલ કેસ લોડની તુલનાએ સક્રિય કેસોની ટકાવારી ૪.૩૫ ટકા છે.
દેશમાં સૌપ્રથમ વખત ૭ ઓગસ્ટના ૨૦ લાખ કેસોનો આંક પાર થયો હતો, ૨૩ ઓગસ્ટના ૩૦ લાખ કેસો નોંધાયા હતા. ૫ સપ્ટેમ્બરના ૪૦ લાખ કેસો નોંધાયા હતા જ્યારે ૧૬ સપ્ટેમ્બરના ૫૦ લાખ કેસો, ૨૮ સપ્ટેમ્બરના ૬૦ લાખ કેસ, ૧૧ ઓક્ટોબરના ૭૦ લાખ, ૨૯ ઓક્ટોબરના ૮૦ લાખ કેસો અને ૨૦ નવેમ્બરના સૌપ્રથમ વખત ૯૦ લાખ કેસો નોંધાયા હતા.
આઈસીએમઆરના ડેટા મુજબ ૩ ડિસેમ્બરના દેશમાં ૧૧,૭૦,૧૦૭ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ થયું હતું. અત્યાર સુધીમાં કુલ ૧૪,૪૭,૨૭,૭૪૯ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ હાથ ધરાયું હતું. ૨૪ કલાકમાં વધુ ૫૪૦ દર્દીનાં મોત થયા હતા જે પૈકી મહારાષ્ટ્રમાં સૌથી વધુ ૧૧૫ દર્દીનાં મોત થયા હતા. દિલ્હીમાં ૮૨, પશ્ચિમ બંગાળમાં ૪૯, હરિયાણામાં ૩૨. કેરળ તેમજ ઉત્તર પ્રદેશમાં ૩૨-૩૨, છત્તિસગઢમાં ૨૨, પંજાબ અને રાજસ્થાનમાં ૨૨-૨૨ દર્દીનાં મોત થયા હતા. કોરોનાથઈ થયેલા કુલ મોત પૈકી ૭૦ ટકાના મોત અન્ય બિમારીને પગલે થયા હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

Related posts

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૯૪,૩૭૨ કેસ, હજારથી વધુના મોત…

Charotar Sandesh

કોરોના કાળમાં ટેકનોલોજીએ મહત્વની ભૂમિકા ભજવી છે : PM મોદી

Charotar Sandesh

મહેશ ભટ્ટે ફિલ્મના પ્રિમિયર પર કંગના તરફ ચંપલ ફેંકી હતી: કંગનાની બહેનનો ખુલાસો

Charotar Sandesh