Charotar Sandesh
સ્પોર્ટ્સ

સચિન પરિવાર સાથે વેકેશન પર, દીકરી સારા સાથેની તસવીર કરી શેર…

નવી દિલ્હી : પૂર્વ ભારતીય ક્રિકેટ અને ક્રિકેટના ગૉડ સચિન તેંદુલકર આજકાલ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. સોશ્યલ મીડિયા પર સચિનની કેટલીક તસવીર વાયરલ થઇ છે, જેમાં તે ફેમિલી સાથે વેકેશનની પળો માણતો દેખાઇ રહ્યો છે. સચિન ખુદ એક તસવીર શેર કરી છે જેમાં પોતાની દીકરી સારા સાથે દેખાઇ રહ્યો છે. સચિને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાની દીકરી સારા તેંદુલકર સાથેની તસવીર શેર કરી છે, જેમાં બન્નેએ સ્પૉર્ટિંગ લાઇફ જેટેક અને શાનદાર સનગ્લાસ પહેરેલા છે.
આ જગ્યા કઇ છે તેનો હજુ ખુલાસો નથી કર્યો. આ તસવીર પરથી માની શકાય કે સચિન પોતાના પરિવાર સાથે વેકેશન ગાળવા બહાર નીકળ્યો છે. સચિને આ તસવીર શેર કરતા એક જૉક પણ લખ્યો છે- સારાઃ બાબા ક્યા હમ સમુદ્ર મે ખો ગયે હૈ? ….. આની સાથે તેમને એક ઇમોજી પણ શેર કરી છે. તેમને વેકેશન અને સી ના હેશટેગ પણ ઉપયોગ કર્યા છે.

Related posts

ટોક્યો ઓલિમ્પિક : ઓસ્ટ્રેલિયાની સૉફ્ટબોલની ટીમ હાલ ક્વોરન્ટાઇન…

Charotar Sandesh

સચિન તેંદુલકરે લારાના પુત્રની સરખામણી પોતાની સાથે કરી કહ્યું-‘જોરદાર ગ્રીપ’

Charotar Sandesh

આઈપીએલ ૨૦૨૦ : ૨૨૨ કરોડમાં ડ્રિમ ૧૧ ટાઇટલ સ્પોન્સર બન્યું…

Charotar Sandesh