Charotar Sandesh
બોલિવૂડ

સલમાન ખાનના શોની ગ્રાન્ડ ફિનાલે ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ યોજાશે…

મુંબઈ : છેલ્લાં અઢી મહિનાથી સલમાન ખાનનો શો ’બિગ બોસ ૧૪’ દર્શકોનું મનોરંજન કરે છે. નઁની રેસમાં આ શો જોવા મળ્યો નથી, પરંતુ સોશિયલ મીડિયામાં આ શો ચર્ચામાં રહ્યો છે. છ નવા ચેલેન્જર્સની વાઈલ્ડ કાર્ડ એન્ટ્રીથી દર્શકોને મજા આવી છે. ગઈ સિઝનની જેમ આ વખતે શો ટોપ રેટેડ બન્યો નથી. મેકર્સ આ સિઝનને એક્સટેન્ડ કરવાના મૂડમાં નથી. ટીઆરપી ઓછી આવતી હોવાને કારણે મેકર્સ આ શો નક્કી કરેલી તારીખ પર જ પૂરો કરશે.
ગઈ સિઝનની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને મેકર્સને આશા હતી કે આ સિઝન પણ ટીઆરપી ચાર્ટમાં કમાલ બતાવશે. જોકે, એવું થયું નહીં. પ્લાનિંગ પ્રમાણે, ૨૧ ફેબ્રુઆરી, ૨૦૨૧ના રોજ આ શોની ફિનાલે હશે. શોમાં જ્યારે સ્પર્ધકોએ એન્ટ્રી લીધી ત્યારે આ તારીખ કહેવામાં આવી હતી. જોકે, તે સમયે એક્સટેન્શન અંગે પણ વાત કરવામાં આવી હતી. જોકે, હવે એવો કોઈ પ્લાન નથી. આગામી અઠવાડિયાને રસપ્રદ બનાવવા માટે હજી વાઈલ્ડ કાર્ડથી સ્પર્ધકોને ’બિગ બોસ’માં એન્ટ્રી આપવામાં આવશે.

Related posts

મોટા ડાયરેક્ટર મને નહિ માત્ર ખાન-કપૂરને જ કાસ્ટ કરે છે : અક્ષય કુમાર

Charotar Sandesh

વરુણ ધવને આર્થિક મુશ્કેલીમાં રહેલ ૨૦૦ બેકગ્રાઉન્ડ ડાન્સર્સની કરી મદદ…

Charotar Sandesh

કરિના કપૂરનો ઘટસ્ફોટ : ‘સલમાનની એક્ટિંગ ખરાબ છે, મને નથી ગમતી’

Charotar Sandesh