Charotar Sandesh
ગુજરાત

હજીરા ખાતે K-૯ વજ્ર ટેન્કને ફ્લેગ ઓફ આપી મુખ્યમંત્રીએ સવારી કરી…

હજીરાની એલએન્ડટી કંપનીને ૧૦૦ K-૯ વજ્ર ટેન્ક બનાવવાનો ઓર્ડર અપાયો છે…

મેક ઈન ઈન્ડિયાની પહેલ હેઠળ ખાનગી કંપનીને અપાયેલો સૌથી મોટો કોન્ટ્રાકટ…

સુરત : સુરતના હજીરા ખાતે એલએન્ડટી કંપની દ્વારા આર્મર્ડ સિસ્ટમ કોમ્પલેક્ષ ખાતે નિર્મિત K-૯ વજ્ર ટેન્કને ભારતીય સેનામાં સામેલ કરવાં માટે ફલેગ ઓફ થકી મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રસ્થાન કરાવ્યું હતું. આ સાથે રૂપાણીને વજ્ર ટેન્કમાં સવારી પણ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન મોદી, રાજનાથ સિંહ સહિત વજ્ર ટેન્ક રાષ્ટ્રને અર્પણ કરી સવારી કરી ચૂક્યા છે.
અત્યાધુનિક ઉત્પાદન સુવિધાઓ ધરાવતા એલએન્ડટી કંપનીના કોમ્પલેક્ષમાં પ્રતિષ્ઠિત કે૯-વ્રજ ટેન્કનું ઉત્પાદન થઈ રહ્યું છે. એલએન્ડટી સાઉથ કોરિયન હાન્વ્હા સાથે ટેકનોલોજીના હસ્તાંતરણ સમજુતી કરી છે. જેમાં હાન્વ્હાના એન્જિનીયર્સ અને નિષ્ણાતોની ટીમ સામેલ છે. એલએન્ડટીને કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલો ૧૦૦ ટેન્કનો ઓર્ડર એ આંતરરાષ્ટ્રીય સ્તરે મેક ઈન ઈન્ડિયાની પહેલ હેઠળ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા ખાનગી કંપનીને અપાયેલો સૌથી મોટો કોન્ટ્રાકટ છે.
વજ્ર ટેન્ક ગન દ્વારા ૪૭ કિલોના ગોળાને ૫૦ કિમી દૂર સુધી ફાયર કરી શકાશે. ગોળાને લક્ષ્યથી ૧૦ મીટર સુધી વાળી શકાશે. ૫૦ ટન વજનની એક ટેન્ક ૭૦ કિમીની સ્પીડે ગતિ કરી શકે છે.
દ. કોરીયા સાથે એલ એન્ડ ટીએ આ ગનનો પ્રોગામ ડિઝાઇન કર્યો છે. વજ્ર ટેન્કમાં કુલ ૧૩ હજાર પાર્ટસ છે. જેને ન્શ્‌ની ૫ પ્લાન્ટ્‌સ સહિત કુલ ૪૦૦ એસએમઇ કંપનીઓ તૈયાર કરે છે. એલ એન્ડ ટીના કુલ ૯ પ્લાન્ટ છે છતાં ૪૫૦૦ કરોડના હાન્વ્યા ટેકનોલોજી સાથે થયેલા કરાર આધારિત ૧૦૦ ટેન્ક બનાવવા પ્રાઇવેટ સેક્ટરમાં પ્રથમ આર્મડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરાયું છે. આ કોમ્પ્લેક્સમાં ૧૩ હજાર પાર્ટસ અને સ્ટીલની પ્લેટ્‌સ એક છેડેથી અંદર આવે છે અને બીજા છેડેથી એસેમ્બલ થઇને કોમ્પ્લેક્સની બહાર નીકળે છે.

Related posts

હવે ગુજરાતમાં જ ફેફસાં પ્રત્યાર્પણની ફેસિલિટી ઉભી કરાશે : નીતિન પટેલ

Charotar Sandesh

રાજ્યમાં ઈલેક્ટ્રિક કાર ખરીદનારને કોઈ ટેક્સ ભરવો નહીં પડે

Charotar Sandesh

રાજ્યના પોલીસ વડાએ પણ કોરોના ફેલાવવા માટે જનતાને જવાબદાર ઠેરવી..!!

Charotar Sandesh