Charotar Sandesh
ઈન્ડિયા

મ.પ્રદેશના મુરૈનામાં ઝેરી દારૂ પીવાથી ૧૦ લોકોના મોત : ૪ની હાલત ગંભીર…

મુરૈના : મધ્ય પ્રદેશના મુરૈના જિલ્લાથી સમાચાર છે, જ્યાં ઝેરી દારુ પીવીથી ૧૦ લોકોના મોત થઈ ગયા છે. જ્યારે પાંચથી સાત લોકોને ગંભીર હાલતમાં ઈલાજ માટે હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. આમાંથી બે વ્યક્તિઓની સ્થિતિ ચિંતાજનક બનેલી છે જેમને ઈલાજ માટે ગ્વાલિયર રિફર કરવામાં આવ્યા છે. વળી, ઝેરી દારુ પીવાથી થયેલી મોત બાદ મુરૈના જિલ્લા પ્રશાસન અને પોલિસ વિભાગમાં હોબાળો મચી ગયો છે.
મુરૈના જિલ્લાના એસપી અનુરાગ સુજાનિયાએ મીડિયાને માહિતી આપીને જણાવ્યુ કે ઝેરી દારુ પીવાથી થયેલ મોતની આ દૂર્ઘટના બાગચીની પોલિસ સ્ટેશન સ્થિત છેરા માનપુર ગામ અને સુમાવલી પોલિસ સ્ટેશન પહવાલી ગામની છે. દારુના સેવનથી માનપુર ગામમાં ૬ લોકોના મોત થયા છે. વળી, પહવાલી ગામમાં ૪ લોકોના મોત થયા છે. ઘટનાની સૂચના મળ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલિસે બિમાર લોકોને સ્થાનિક હોસ્પિટલમાં ભરતી કરાવ્યા. વળી, મૃતકોના શબોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ ૧૧ જાન્યુઆરીની સવારે સૌથી પહેલા કેસ બાગચીની પોલિસ સ્ટેશન ક્ષેત્રના માનપુર ગામથી સામે આવ્યો હતો. અહીં ઝેરી દારુ પીવાથી એક વ્યક્તિની હાલત બગડી ગઈ ત્યારબાદ પરિવારજનો ગંભીર હાલતમાં તેને ગ્વાલિયર લઈને ગયા ત્યાં રસ્તામાં તેણે દમ તોડી દીધો. વ્યક્તિનુ શબ લઈને જ્યારે પરિવારજનો ગામ પહોંચ્યા ત્યારે જાણવા મળ્યુ ક ગામમાં દારુ પીવાના કારણે ઘણા બીજા લોકોની તબિયત પણ બગડી ગઈ છે.
થોડી વાર બાદ વધુ ૬ લોકોના પણ મોત થઈ ગયા ત્યારબાદ સૂચના મળતા સ્થાનિક પોલિસ પણ પહોંચી ગઈ અને બિમાર લોકોને મુરૈના જિલ્લા હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. જ્યાં વધુ ત્રણ લોકોના ઈલાજ દરમિયાન મોત થઈ ગયુ. મુરૈના જિલ્લા હોસ્પિટલના ડૉ. રાઘવેન્દ્ર સિંહે જણાવ્યુ કે બધા લોકોના મોત ઝેરી દારૂ પીવાથી થયા છે. વળી, ઘણાની તબિયત ખરાબ છે.

Related posts

સરકારની ખોટી નીતિઓને કારણે ભય અને અવિશ્વાસનો માહોલ : મનમોહન સિંહ

Charotar Sandesh

કસ્ટડીની લડાઈમાં હંમેશા નુકસાન બાળકને જ જાય છે : સુપ્રીમ કોર્ટ

Charotar Sandesh

કોરોનાની દવા શોધતા હજુ એક વર્ષનો સમય લાગશે : ડૉ.હર્ષવર્ધન

Charotar Sandesh