Charotar Sandesh
ઉત્તર ગુજરાત ગુજરાત

સૃષ્ટિ રૈયાણીના હત્યારાને સમાજમાં દાખલો બેસે તે પ્રકારની સજા મળશે : પાટીલ

જેતલસર : રાજકોટના જેતલસરની સૃષ્ટિ રૈયાણીની હત્યાનો મામલો રાજ્યભરમાં ગાજી રહ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે જેતલસર આવી પહોંચ્યા હતા. સૃષ્ટિ રૈયાણીના પરિવાર સાથે મુલાકાત કરશે. પાટીલ પરિવારજનોને સાંત્વના પાઠવી હતી અને પરિવાર સાથે વાતચીત કરી હતી.
જે ગુનેગાર છે તેને કડકમાં કડક સજા થાય અને ઝડપી સજા થાય તે જરૂરી છે. જયેશ રાદડિયા સતત પરિવાર સાથે સંપર્કમાં છે. આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. અને તેના સાથીદારોને પણ પકડી પાડીશું. દીકરીના પિતાની એક જ લાગણી છે કે તેમની દીકરીને ન્યાય મળવી જોઈએ. બીજી વાર કોઈ આવું કરવાની હિંમત ન કરે તેવો દાખલો બેસાડવા મુખ્યમંત્રી વિજય રૂપાણીથી લઈ તમામ તંત્ર ધ્યાન આપી રહ્યુ છે.
રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેતલસર ગામમાં બે દિવસ પહેલા એક યુવતીની સરા જાહેર હત્યા તેના ઘરે જઈને કરવામાં આવી હતી. જેતલસર ગામના પાણીના ટાકા પાસે રહેતા કિશોરભાઈ રૈયાણીની દીકરી શ્રુષ્ટિ કિશોરભાઈ રૈયાણીની તેના ઘરે જ જયેશ ગિરધર સરવૈયાએ ૨૮ જેટલા છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. સાથે મરનાર શ્રુષ્ટિના ભાઈ હર્ષને પણ છરીના ઘા મારીને ઘાયલ ર્ક્યો હતો. ઘટનાના પગલે જેતપુર તાલુકા પોલીસ ગણતરીની કલાકોમાં જ જયેશ ગિરધરને પકડી પડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.

Related posts

રાજ્યની તમામ શાળામાં ધો.૯થી ૧૨ના વિદ્યાર્થીઓની ૧૯ માર્ચથી પરીક્ષા યોજાશે…

Charotar Sandesh

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આ વર્ષે ઉનાળો આકરો રહેશે : હવામાન વિભાગ

Charotar Sandesh

લોકડાઉન છૂટ મળતા જ સુરતમાંથી બે દિવસમાં પકડાયો ૭.૮૮ લાખનો દારૂ…

Charotar Sandesh