Charotar Sandesh
સ્પોર્ટ્સ

બેંગ્લોર સહિત અન્ય શહેરોને એક્સિજન માટે આર્થિક સહાય કરશે કોહલી…

મુંબઇ : કોરોના મહામારીની બીજી લહેરાના કારણે દેશભરમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે. હોસ્પિટલોમાં ઓક્સિજનની અછતના કારણે પણ ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. જેથી ઇઝ્રમ્ બ્લૂ જર્સીની હરાજી કરીને જેટલા પણ પૈસા આવશે એનાથી ઓક્સિજન માટે સહાયતા કરશે. ઇઝ્રમ્એ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને આપી હતી. જેમાં વિરાટ કોહલીએ આ અંગે તમામ માહિતી આપી હતી અને બ્લૂ જર્સી પહેરીને તેઓ આરોગ્ય કર્મીઓનો આભાર વ્યક્ત પણ કરશે. આનાથી ઁઁઈ કીટ પહેરીને કાર્ય કરતા તમામ ડોકટરોના સન્માન કરવાનો સંદેશ પણ ટીમ પહોંચાડશે. બેંગ્લોર સહિત વિવિધ શહેરોમાં જ્યાં ઓક્સિજનની જરૂર છે, ત્યાં તેઓ સહાયતા કરશે.
કેપ્ટન કોહલીએ કહ્યું હતું કે દેશના લોકોના જીવ બચાવનારા ડોકટરો ઁઁઈ કીટ પહેરીને જે પ્રમાણે કાર્ય કરી રહ્યા છે તે પ્રશંસનીય છે અને આમારી ટીમ પણ એમના સન્માન માટે બ્લૂ રંગની ખાસ જર્સી પહેરીને મેચ રમશે. આનાથી અમે દેશમાં દરેક લોકોને ડોકટર અને આરોગ્ય કર્મીઓનું આદર કરવાનો પણ સંદેશો આપીશું. જેનાથી બેંગ્લોર સહિત અન્ય શહેરોમાં જ્યાં ઓક્સિજનની અછત છે ત્યાં આર્થિક સહાયતા કરી શકીએ.

Related posts

અટકળોનો અંતઃ ધોની આઇપીએલ બાદ નિવૃત્તિ જાહેર નહિ કરે

Charotar Sandesh

અશ્વિને મને મોટા ભાઈની જેમ ગાઈડ કર્યો ત્યારે મેચ ડ્રો કરાવી શક્યા : વિહારી

Charotar Sandesh

ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી ફાસ્ટ બોલર અશોક ડિંડાએ નિવૃતિ જાહેર કરી…

Charotar Sandesh