Charotar Sandesh
ગુજરાત ચરોતર સ્થાનિક સમાચાર

ગુજરાતમાં બીજી લહેર ઠંડી પડી : આજે ૯૦૦૦ લોકો કોરોનામુક્ત થયા : નવા પ૨૪૬ કેસ…

અમદાવાદ : રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઠંડી પડી છે. દૈનિક કેસો ઘટી રહ્યા છે તો સામે સાજા થતા દર્દીઓ વધી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૦૦૧ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. હાલ ૯૨૬૧૭ એક્ટિવ કેસ છે. રાજ્યમાં કુલ ૭.૭૧ લાખ સંક્રમિતો સામે ૬૬૯૪૯૦ લોકો ડિસ્ચાર્જ થયા છે. રિકવરી રેટ ૮૬.૭૮ ટકા થયો છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના પોઝીટીવ નવા પ૨૪૬ કેસો નોંધાયા છે. જ્યારે ૭૧ દર્દીઓના મૃત્યુ થયા છે. અને ૯૦૦૧ દર્દીઓ સાજા થયા છે. રાજયમાં કુલ ૭૪ર દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે ૯૧૮૭૫ દર્દીઓ સ્ટેબલ છે. રાજયનો કુલ મૃત્યુઆંક ૯૩૪૦ તથા કુલ પોઝીટીવ કેસનો આંક ૭૭૧૪૪૭ પર પહોંચ્યો છે.

જિલ્લા મુજબ નોંધાયેલા કેસો : અમદાવાદ ૧૩૨૪, વડોદરા ૬૪૧, સુરત ૩૯૦, રાજકોટ ૩૦૭, જુનાગઢ ૨૯૩, જામનગર ૨૧૩, પંચમહાલ ૧૫૮, આણંદ ૧૪૯, અમરેલી ૧૩૬, સાબરકાંઠા ૧૩૩, ગીર સોમનાથ ૧૩૦, ગાંધીનગર ૧૧૨, દાહોદ ૧૦૯, પોરબંદર ૧૦૮, કચ્છ ૧૦૪, ખેડા ૯૯, ભરૂચ ૯૮, મહેસાણા ૭૮, બનાસકાંઠા – પાટણ – ભાવનગર ૭૭, વલસાડ ૬૬, નર્મદા ૬૦, નવસારી પ૯, દેવભૂમિ દ્વારકા ૫૮, મહિસાગર ૫૦, અરવલ્લી ૪૨, છોટા ઉદેપુર ૨૯, સુરેન્દ્રનગર ૨૫, મોરબી ૨૦, તાપી ૧૬, બોટાદ ૬, ડાંગ ૨.

આણંદ જિલ્લા કોરોના કેસો યથાવત : આજે નવા ૧૪૯ નવા કેસો…

Related posts

મુખ્યમંત્રી રૂપાણીએ અંબાજીના કર્યા દર્શન : કોરોનાની ત્રીજી લહેર ન આવે તેની પ્રાર્થના કરી…

Charotar Sandesh

માણસા પોલીસે અધધ…૩૦ લાખની ડુપ્લિકેટ નોટો સાથે ૧ને ઝડપી પાડ્યો…

Charotar Sandesh

કેન્દ્રીય રાજ્ય સંચાર મંત્રી દેવુંસિંહ ચૌહાણ અને ખેડા જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઇ પટેલના હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પો પ્રજાની સેવામાં સમર્પિત

Charotar Sandesh