Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

Crime : આણંદમાં બર્થડેમાં આમંત્રણ આપીને પતિએ તેની પત્નીના પ્રેમીનું ઢીમ ઢાળી દીધું

પ્રેમ પ્રકરણ

આણંદ : આણંદમાં પ્રેમ પ્રકરણની ઘટનામાં યુવકની હત્યા કરીને લાશ કેનાલમાં ફેંકી દેવાની ઘટના બની છે. પત્નીના પ્રેમીએ જ આ હત્યા કરી હોવાનું સામે આવી રહ્યું છે. સોમવારે રાત્રે મોગરી ગામના યુવકને પ્રમિકાના પતિએ બર્થડે પાર્ટીના બહાને બોલાવીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે, જે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ શરુ કરવામાં આવી છે.

બર્થ ડે પાર્ટીનું આમંત્રણ આપ્યા બાદ યુવક સાથે પ્રેમ પ્રકરણ મુદ્દે ઝઘડો થયો

મળતી વિગતો પ્રમાણે મોગરી ગામના રાજેશ મંગળભાઈ રાવળ (૩૦)ને તેના દૂરના એક પરિવારની દીકરી સાથે પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. એક વર્ષ પહેલા પ્રેમમાં પડેલો યુવક મૂળ નડિયાદનો છે અને હાલ તે બોરીઆવીમાં રહેતો હતો. રાજેશને પ્રમિકાની પુત્રીની બર્થડે હોવાનું કહીને પ્રેમિકાના પતિ અમિત રાવળે તેને સામરખા ચોકડી પાસે આવેલી હોટલમાં આમંત્રણ આપ્યું હતું. રાજેશ પોતાનું એક્ટિવા લઈને હોટલ પર પહોંચ્યો હતો. અહીં અમિત રાવળ તથા ભાણા જય રાવળે પ્રેમસંબંધ મામલે રાજેશ સાથે ઝઘડો કર્યો હતો. આ ઝઘડા બાદ તેને બોરીઆવી ગામ પાસેથી પસાર થતી મોટી નહેરના જીવાપુરા બંધ પાસે લઈ જઈને હુમલો કરીને નહેરમાં ધક્કો મારી દીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજેશ બર્થડે પાર્ટીમાં ગયા પછી પણ ઘરે પાછો ના આવતા પરિવારજનો ચિંતિત હતા. આ પછી તેમણે તપાસ કરતા માલુમ પડ્યું હતું કે રાજેશનો અમિત રાવળ તથા તેના ભાણા સાથે ઝઘડો થયો હતો. તપાસ દરમિયાન રાજેશનું ટુ-વ્હીલર બોરીઆવી નહેર પાસેથી મળી આવ્યું હતું. એક્ટિવા પડ્યું હતું ત્યાંથી ૫૦૦ મીટર દૂર તપાસ ખરતા રાજેશનો મૃતદેહ મળી આવ્યો હતો. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. રાજેશના ટુ-વ્હીલર પાસેથી બર્થડે માટે તેણે લીધેલી ગિફ્ટ પણ મળી આવી હતી.

રાજેશનો મૃતદેહ નહેરમાંથી બહાર કાઢીને જોયો તો તેને ગળા તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ થયેલી જોવા મળી હતી. પોલીસે આ અંગે તપાસ કરીને ઘટના અંગે અમિત રાવળ રાવળ અને જય રાવળ સામે ગુનો નોંધીને તપાસ શરુ કરી છે. પ્રેમ પ્રકરણની ઘટનામાં યુવકનું મોત થયું હોવાની શંકાના આધારે વધુ તપાસ બાદ કેટલીક વધુ વિગતો સામે આવશે તેમ મનાઈ રહ્યું છે.

Other News : લશ્કરમાં ભરતી પૂર્વે યોજાનાર પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ વર્ગમાં જોડાવા અરજી કરે

Related posts

આણંદ જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રયાસોથી બાળકનું સુખદ પુનઃસ્થાપન બન્યું શક્ય…

Charotar Sandesh

આઝાદી કા અમૃત મહોત્‍સવ અંતર્ગત ચિખોદરા ચોકડીથી ગણેશ ચોકડી સુધી સ્‍વચ્‍છતા પદયાત્રા

Charotar Sandesh

કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ ! ગળતેશ્વરમાં લોકોની ઉમટી ભીડ

Charotar Sandesh