મુંબઈ : કંગના રનૌત જેને તમે બોલીવુડના મોટાભાગના સેલેબ્સ સાથે ટક્કર લેતા જોઈ હશે. તે થોડા દિવસોથી ઘણા સેલેબ્સની પ્રશંસા કરી રહી છે. થોડા દિવસો પહેલા સામંથા અક્કિનેની, યામી ગૌતમની પ્રશંસા કર્યા પછી અભિનેત્રી હવે ક્રિતી સેનનની પ્રશંસક બની ગઈ છે. તાજેતરમાં ’મિમી’નું ટ્રેલર રિલીઝ થયું છે. કંગનાને મિમીનું ટ્રેલર ખૂબ ગમ્યું છે.
કંગનાએ ક્રિતી સેનનના લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી હતી અને લખ્યું, ‘કેટલી સુંદર દેખાઈ રહ્યા છો અને મિમીનું ટ્રેલર અદભુત છે.’ હવે કંગનાના આ બદલાતા લુકને જોઈને ચાહકો પણ ચોંકી ગયા છે. ઠીક છે, હવે જોવાનું એ રહ્યું કે ક્રિતી, કંગનાની આ કમેન્ટ પર કેવી પ્રતિક્રિયા આપે છે.
કંગના હાલમાં બુડાપેસ્ટમાં તેમની ફિલ્મ ધાકડનું શૂટિંગ કરી રહી છે. તે સેટ પરથી ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તાજેતરમાં જ તેમણે તેમના લુકની એક ઝલક બતાવી હતી જેમાં તેમની આંખોમાં ડાર્ક કાજલ લગાવેલ હતો.
ધાકડમાં કંગના એજન્ટ અગ્નિની ભૂમિકા નિભાવી રહી છે. તે એક જાસૂસ થ્રિલર ફિલ્મ છે અને કંગના કહે છે કે તે ભારતની પહેલી મહિલા લક્ષી એક્શન ફિલ્મ છે. ગયા વર્ષે ફિલ્મનાં એક શેડ્યૂલનું શુટિંગ મધ્ય પ્રદેશમાં થયું હતું અને તે પછી હવે બુડાપેસ્ટમાં શૂટિંગ ચાલી રહ્યું છે.
આ ફિલ્મમાં અર્જુન રામપાલ પણ છે અને તે કંગનાની સામે જોવા મળશે. ગુરુવારે અર્જુને તેમના ભાગનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. કંગનાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર અર્જુનની રૈપ અપ પાર્ટીનો ફોટો શેર કર્યો છે અને લખ્યું, અમે તેમને સેટ પર ઘણા મિસ કરીશું.
કંગનાની પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ્સ છે. ’ધાકડ’ સિવાય તે ’થલાઈવી’, ’તેજસ’, ’ઈમરજન્સી’માં જોવા મળશે. થલાઈવી ફિલ્મ બનીને તૈયાર છે. કોરોનાના કારણે ફિલ્મ રિલીઝ થઈ શકી નથી. ’થલાઈવી’માં કંગના જે જયલલિતાની ભૂમિકા નિભાવી રહી છે.
Other News : T-Series કંપનીના મેનેજિંગ ડિરેક્ટર ભૂષણ કુમાર સામે બળાત્કારનો ગુનો દાખલ