Charotar Sandesh
સ્પોર્ટ્સ

ટીમ ઈન્ડિયાના વધુ બે ખેલાડી ચહલ અને ગૌતમ થયા કોરોના પોઝિટિવ

કોરોના સંક્રમિત

કૃણાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપા ગૌતમ ભારત પરત નહીં ફરે

કોલંબો : શ્રીલંકામાં ટીમ ઈન્ડિયાના વધુ બે ખેલાડી કોરોના સંક્રમિત થયા છે. યુઝવેન્દ્ર ચહલ અને કૃષ્ણપા ગૌતમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલાં કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આ બન્ને ખેલાડી તેના સંપર્કમાં આવ્યા હતા.

કૃણાલ પંડ્યાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા પછી જે આઠ ખેલાડીને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા હતા તેમાં ચહલ અને ગૌતમ પણ હતા. અન્ય બીજા ખેલાડીઓમાં પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, દીપક ચહર, મનીષ પાંડે અને ઈશાન કિશન હતા. આ ૮ ખેલાડી શ્રીલંકા સામેની બીજી અને ત્રીજી ટી૨૦ મેચમાં રમ્યા ન હતા.

યુઝવેન્દ્ર ચહલે વનડે સિરીઝમાં શ્રીલંકન ટીમના ખેલાડીઓને મુશ્કેલીમાં મૂક્યા હતા. ચહલે સિરીઝની પહેલી ૨ વનડે મેચ રમી હતી, જેમાં તેણે કુલ ૫ વિકેટ લીધી હતી. (૧જં વનડે- ૨ વિકેટ, ૨હઙ્ઘ વનડે- ૩ વિકેટ) વળી, યુઝવેન્દ્ર ચહલે પહેલી ટી૨૦ મેચમાં ૧૯ રન આપી ૧ વિકેટ લીધી હતી.

શ્રીલંકા સામેની અંતિમ વનડે મેચમાં ઈન્ડિયન ટીમમાં કુલ ૫ ખેલાડીએ ડેબ્યુ કર્યું હતું. એમાંનો એક ખેલાડી કૃષ્ણપ્પા ગૌતમ પણ હતો. તેણે અંતિમ વનડેમાં ૪૯ રન આપી ૧ વિકેટ લીધી હતી.

Other News : ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને મોટો ઝટકો, ભારે રસાકસી બાદ મેરી કોમની હાર

Related posts

મેસીએ ૭૬૭ મેચ રમવાના ઝેવિયર હર્નાન્ડેઝના રેકોર્ડને તોડયો…

Charotar Sandesh

સોનુ સુદે ’કવરેજ’ એપ લોન્ચ કરી, કહ્યું- લોકો માટે આ એપ વેક્સિન માટે રજિસ્ટ્રેશન કરવા મદદ રૂપ સાબિત થશે…

Charotar Sandesh

ફિફાના રેન્કિંગમાં ભારતીય ફૂટબોલ ટીમ ૧૦૯મા સ્થાને, બેલ્જિયમ મોખરે…

Charotar Sandesh