મુંબઈ : પ્રભાસની આગામી ફિલ્મ રાધે શ્યામની રાહ જોતા ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. સુપરસ્ટારે તેમની ફિલ્મની નવી રીલીઝ ડેટ જાહેર કરી છે. તે દિવસ આવી ગયો, જ્યારે ઘણા લોકોની પ્રાર્થનાઓ સ્વીકારવામાં આવી છે કારણ કે ’રાધે શ્યામ’ની રિલીઝ તારીખ હવે સામે આવી ગઈ છે. ચાહકો લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ફિલ્મની ટીમે પોસ્ટર અને અન્ય ઝલક જાહેર કરીને દરેકના ઉત્સાહને જીવંત રાખ્યો છે અને હવે આખરે તારીખ બહાર આવી છે.
પ્રભાસે પોતાના સો.મીડિયા એકાઉન્ટ પર ફિલ્મનું પોસ્ટર શેર કર્યું છે, જેમાં તેમને ડેપર લુકમાં યુરોપના રસ્તાઓ પર લટાર મારતા જોવા મળી શકે છે અને પોસ્ટરમાં જણાવામાં આવ્યું, ફિલ્મ મકર સંક્રાંતિ/પોંગલ પ્રસંગે રિલીઝ થશે, એટલે કે તે ૧૪ જાન્યુઆરી, ૨૦૨૨ માં બહાર આવશે.
પોસ્ટરમાં પ્રભાસે હાથમાં સૂટકેસ પકડીને સૂટ પહેર્યો છે. પ્રભાસની આસપાસ મોટી ઇમારત જોવા મળી રહી છે. પ્રભાસે ફોટો શેર કરતા લખ્યું, “મારી રોમેન્ટિક ફિલ્મ તમને બધાને બતાવવા માટે ઉત્સાહિત છું. ’રાધે શ્યામ’ની નવી રીલીઝ તારીખ ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ છે’’.
લોકો આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. ઘણા લોકોનું માનવું છે કે આ ફિલ્મ વર્ષની સૌથી મોટી ફિલ્મમાંથી એક હશે અને પ્રભાસના ચાહકો આ જાહેરાત સાંભળીને ચોક્કસ ખુશ થશે.
આ ફિલ્મ સાથે લગભગ એક દાયકાના અંતરાલ બાદ પ્રભાસ રોમેન્ટિક શૈલીમાં પરત ફરી રહ્યા છે. આ સિવાય ફિલ્મમાં પ્રભાસ અને પૂજા હેગડેની નવી જોડી જોવા મળશે અને ફિલ્મના ઘણાં પોસ્ટર બહાર આવ્યાં છે જેમાં પ્રભાસને એક લવર બોયના અવતારમાં બતાવવામાં આવ્યો છે.
આ ફિલ્મ ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ ના રોજ સ્ક્રીન પર રિલીઝ થશે. ’રાધે શ્યામ’ બહુભાષી ફિલ્મ હશે અને ગુલશન કુમાર અને ટી-સિરીઝ દ્વારા પ્રસ્તુત કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમાર દ્વારા કરવામાં આવ્યું છે. આ યુવી ક્રિએશન્સ દ્વારા બનાવવામાં આવી છે. ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર, વામસી અને પ્રમોદ દ્વારા કરવામાં આવ્યું છે.
Other News : સંજય દત્તે પોતાના ૬૨માં જન્મદિવસ પર KGF-2નો એક ખતરનાક લૂક શેર કર્યો