Charotar Sandesh
સ્પોર્ટ્સ

Tokyo-Olympicમાં ભારતીય Hockey ટીમે જર્મનીને ૫-૪થી હરાવી ઈતિહાસ રચ્યો

હોકી Hockey

ભારતે ઓલિમ્પિકમાં ૪૧ વર્ષ બાદ બ્રોન્ઝ મેડલ જીત્યો

ટોક્યો : ભારતીય પુરુષ હોકી (Hockey) ટીમે ટોક્યો (Tokyo-Olympic) માં ઈતિહાસ રચ્યો છે. મનપ્રીત સિંહ (Manpritsinh) ના નેતૃત્વ હેઠળની ટીમે તે કરી દેખાડ્યું છે જે આ પેઢી માટે પહેલા ક્યારેય થયું નથી. ભારતીય ટીમે જર્મનીને હરાવીને ઓલિમ્પિક (Tokyo-Olympic)માં બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતીય હોકી (Hockey) ને ૪૧ વર્ષ બાદ ઓલિમ્પિક(Tokyo-Olympic)માં મેડલ મળ્યો છે. એક સમયે ૧-૩થી પાછળ રહેલી ભારતીય ટીમે ફાઇનલ હૂટર રમ્યા ત્યાં સુધી મેચ ૫-૪થી જીતી લીધી હતી. સમગ્ર દેશમાં જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.

ત્રીજા ક્વાર્ટરમાં ભારતે સારી શરૂઆત કરી હતી. આ ક્વાર્ટરમાં ભારતીય ટીમે આ ક્વાર્ટરમાં મેચને બરાબરીથી આગળ કરતા સ્કોરને ૫-૩ પર પહોંચાડી દીધો હતો.

તેની શરૂઆત મનદીપે પેનલ્ટી સ્ટ્રોકથી કરી હતી. રૂપિન્દર સિંહે શોટ ફટકાર્યો અને બોલ જર્મન ગોલકીપરને ટક્કર મારીને સીધો નેટમાં ફસાઈ ગયો. ત્યારબાદ ગુરજંત અને સિમરનજીત સિંહે ભારત માટે એક સાથે મળીને આક્રમણ તૈયાર કર્યું. જર્મન ટીમ નબળી દેખાઈ રહી હતી અને ભારતીય ટીમનો આત્મવિશ્વાસ સતત વધી રહ્યો હતો.

બંને ટીમોને ઘણા પેનલ્ટી કોર્નર મળ્યા પરંતુ મજબૂત ડિફેન્સે ગોલ ન થવા દીધા. બંને ટીમોને અંદાજ હતો કે મેચ કોઈનીપણ બાજુ જઈ શકે છે અને જીત કે હાર ઓલિમ્પિક મેડલ નક્કી કરી શકે છે.

હોકી (Hockey) ટીમે બીજા ક્વાર્ટરમાં શાનદાર તાકાત દેખાડી હતી. હોકી (Hockey) ટીમ પાછળથી આવી અને શાનદાર વાપસી કરી. આ વખતે ટીમની રમતમાં વધુ સંયમ અને દેખાયું હતું. ભારતે બરાબરી કરી તો જર્મનીએ શાનદાર વાપસી કરી અને આગળ નીકળી ગયા. ભારતના નબળા ડિફેન્સનો ફાયદો ઉઠાવીને સ્કોર ૩-૧ સુધી પહોંચી ગયો.

ભારત પાસે હવે હુમલો કરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. ભારતે માત્ર હુમલો કર્યો જ નહીં પરંતુ સફળ હુમલો કર્યો. બે ગોલ કર્યા અને બંને પેનલ્ટી કોર્નરથી. ભારતીય ટીમ હાર સ્વીકારવા તૈયાર નહોતી. એક ક્વાર્ટરમાં કુલ પાંચ ગોલ થયા.

Other News : ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતને મળી નિરાશા, સોનમ મલિક અને અન્નુ રાની થયા બહાર

Related posts

આઇપીએલ : ૮ નહીં ૧૦ નવેમ્બરે રમાશે ફાઇનલ મેચ…

Charotar Sandesh

રવિન્દ્ર જાડેજાએ ધોની સાથેની જૂની તસ્વીર શેર કરી, ધોનીને ફની જોઇ ફેન્સે મજા લીધી…

Charotar Sandesh

ભારતની સામે રમાનાર વન-ડે અને ટી૨૦ સીરિઝ માટે ઓસ્ટ્રેલિયા ટીમનું થયું એલાન…

Charotar Sandesh