Charotar Sandesh
વર્લ્ડ

કોરોના સંક્રમણ : ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં Lockdown લાગુ કરાયું

મેલબોર્ન

મેલબોર્ન : ઓસ્ટ્રેલિયાના બીજા સૌથી મોટા શહેર મેલબોર્નમાં ગુરુવારે છઠ્ઠુ લોકડાઉન (Lockdown) લાગવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારના એક નેતાએ દેશમાં ચાલી રહેલા ધીમા કોવિડ-૧૯નું રસીકરણનું રોલઆઉટ જવાબદાર ગણાવ્યું છે. મેલબોર્ન ઓસ્ટ્રેલિયાના સૌથી વધુ વસ્તી ધરાવનાર અને ત્રીજા સૌથી વધુ વસ્તી ધરાવનાર શહેરો સિડની અને બ્રિસ્બેનમાં શામેલ થયું છે. ખતરનાક ડેલ્ટા વાયરસનું સંક્રમણ વધવાથી લોકડાઉન (Lockdown) લાગું કરવામાં આવ્યું છે.

મેલબર્ન અને તેની આસપાસના વિક્ટોરિયા રાજ્ય સાત અઠવાડીયા માટે બંધ થઈ જશે. વિક્ટોરીયા પ્રીમિયર ડેનિયલ એડ્રયૂઝે જણાવ્યું કે શહેરમાં આઠ નવા સંક્રમણ સામે આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

એન્ડ્રૂઝે ચાર કલાકથી ઓછા સમયની નોટિસ આપી છે કે રાજ્યમાં રાત્રીના ૮ વાગ્યાથી લોકડાઉન (Lockdown) લાગું થઈ જશે. તેમણે કહ્યું કે તેમની સરકાર પાસે બીજો કોઈ વિકલ્પ નથી કારણ કે બુધવાર સુધીમાં માત્ર ૨૦% ઓસ્ટ્રેલિયન પુખ્ત વયના લોકોને સંપૂર્ણ રસી આપવામાં આવી હતી.

Other News : Delta Variant : કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનો અત્યાર સુધી ૧૩૫ દેશોમાં પગપેસારો : WHO

Related posts

ડોનાલ્ડ ટ્રમ્પની દિકરી ટિફનીએ પણ પ્રદર્શનકારીઓનું સમર્થન કર્યું…

Charotar Sandesh

આકાશમાંથી મૃત પક્ષીઓ અચાનક રસ્તા પર પડ્યાની અજીબ ઘટના બની, જાણો વિગત

Charotar Sandesh

રાષ્ટ્રપતિની ચૂંટણી : ટ્રમ્પ-બાઈડન વચ્ચે ૨૯ સપ્ટેમ્બરે થશે પહેલી પ્રેસિડેન્શિયલ ડિબેટ…

Charotar Sandesh