Charotar Sandesh
ઈન્ડિયા

છૂટાછેડા પૂર્વે બીજા લગ્ન માટે ઉતાવળી પત્ની ક્રૂર જ ગણાય : કોર્ટ

મુંબઈ હાઈકોર્ટ ફેમિલી કોર્ટ

મુંબઈ : મુંબઈ હાઈકોર્ટની નાગપુર બેન્ચે આપેલા મહત્વપૂર્ણ ચુકાદામાં છૂટાછેડા અગાઉ જ બીજા લગ્નની ઉતાવળ કરનાર પત્ની ક્રૂર હોવાનું નિરીક્ષણ કર્યં છે.

કેસની વિગત મુજબ અકોલાના દંપતીના પ્રકરણમાં પત્ની કરતા આયરતી હોવાથી પતિએ છુટાછેડા મેળવવા ફેમિલા કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટે પતિને છૂટાછેડા આપવાનો ઈનકાર કરીને ફક્ત એક વર્ષ પત્નીથી જુદા રહેવાની તક આપી હતી. નિર્ણય વિરુદ્ધ પતિએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે અપીલ મંજૂર કરી હતી. પતિએ છૂટાછેડા માટે અરજી દાખલ કર્યા બાદ પત્નીએ પતિ અને સાસરિયા વિરુદ્ધ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ઘરેલુ હિંસા કાયદા હેઠળ ફરિયાદ કરી છે. પોલીસ સ્ટેશનમાં પણ સતામણીની ફરિયાદ કરી હતી. પત્નીએ વૈવાહિક અધિકાર પાછા મેળવવા અરજી દાખલ કરી નથી. તેમજ તેણે છૂટાછેડાનો નિર્ણય ફાઈનલ થાય એ પૂર્વે બીજા લગ્નના પ્રયાસ શરૃ કર્યા હતા. આથી પત્નીએ બે વૈવાહિકવેબસાઈટ પર વ્યક્તિગત માહતી અપલોડ કરી હતી. આથી તેની પતિ સાથે સંસાર ટકાવવાની ઈચ્છા નહોવાનું નિષ્પન્ન થાય છે.

ફેમિલી કોર્ટે પતિને છૂટાછેડા નકારીને ભુલ કરી હોવાનું કોર્ટે નોંધ્યું હતું

દરમ્યાન પત્ની પતિને બહારગામની નોકરી છોડીને અકોલા રહેવાનો આગ્રહ કરતી હતી. માતા બનવાનો ઈનકાર કરતી હતી. માતા બનવાનો ઈનકાર કરતી હતી. ઘરેણાં લઈને પીયર ચાલી ગયેલી અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીને ગંભીર આરોપ કર્યા હતા.

Other News : પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાના પુત્રને ‘કોબ્રાએ’ દંશ દીધો

Related posts

ટ્રાફિક નિયમ માત્ર આવક માટે નથી, લોકોનું જીવન બચાવવા માટે છે : ગડકરી

Charotar Sandesh

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા વેબસાઈટ પર અધધ કરોડ લોકોએ સેલ્ફી અપલોડ કરી

Charotar Sandesh

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨.૪૦ લાખ કેસ નોંધાયા, ૩૭૩૬ દર્દીઓનાં મોત…

Charotar Sandesh