Charotar Sandesh
ગુજરાત

સરકારની અણઆવડતને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા : હાર્દિક પટેલ

હાર્દિક પટેલ

રાજકોટ : કોરોના મહામારીમાં રાજ્યના નાગરિકોને ન્યાય મળે એ માટે કોવિડ-૧૯ ન્યાયયાત્રા ૧૬ ઓગસ્ટથી કોંગ્રેસ પક્ષે શરૂ કરી હતી. કોવિડ-૧૯ ન્યાયયાત્રામાં ૨ અઠવાડિયાંના સમયગાળામાં જ ૨૨,૦૦૦ કરતાં વધુ પરિવારોની મુલાકાત લઈ તેમને સાંત્વના આપી હતી. કોંગ્રેસ પક્ષની જે માગ છે એ અંગે જે પરિવારોએ તેમનાં સ્વજન ગુમાવ્યાં છે એ માગ સરકાર સમક્ષ રજૂ કરવા માટે ૩૧,૮૫૦ કરતાં વધુ ફોર્મ મૃતકનાં પરિવારજનોએ ભરીને આપ્યાં છે.

એનો અર્થ ગુજરાતમાં સરકારના ૧૦,૦૮૧ સત્તાવાર કોરોના દર્દીઓના મૃત્યુઓના આંકડા છે તેના કરતાં ત્રણ ગણાથી વધુ મોતની માહિતી માત્ર ૪ અઠવાડિયાંમાં કોંગ્રેસ પક્ષની કોવિડ-૧૯ ન્યાયયાત્રામાં સામે આવી છે. કોવિડ-૧૯ ન્યાયયાત્રાનો મતલબ સ્પષ્ટ છે કે કોરોના મહામારીમાં જે લોકોએ સામનો કર્યો હતો તે પરિવારને ન્યાય મળે. જે પરિવારે મેડિકલના નામે સહાય માગી હતી તેમને સહાય મળવી જોઇએ. લાખો રૂપિયાના ખર્ચા મેડિકલમાં થયા છે તે પરિવારને સહાય આપવા માટે સરકારે ચિંતા કરવી જોઇએ. આપણું બંધારણ કહે છે કે શિક્ષણ અને મેડિકલમાં કોઇપણ પ્રકારનો ખર્ચો ન હોવો જોઇએ. આ સરકાર લોકોની સેવા કરવા માટે નિષ્ફળ ગઈ છે. લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કર્યો છે. સરકારની ખોટી નીતિને કારણે લાખો લોકોનાં મૃત્યુ થયાં છે.

૨૫ વર્ષથી શાસન કરતી સરકાર પાસે હોસ્પિટલમાં બેડ ન હોય તો લોકો માટે શું કરશે?.કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બન્યા બાદ હાર્દિક પટેલની સૌરાષ્ટ્ર મુલાકાતમાં વધારો થયો છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ભાજપનું વર્ચસ્વ વધુ હોવાથી તથા સૌરાષ્ટ્રમાં ભાજપના જૂથવાદ તેમજ કોંગ્રેસમાં પોતાના સારા દેખાવને કારણે અવારનવાર સૌરાષ્ટ્રની મુલાકાત લેતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Other News : ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે : શાહ-મોદીનેે મળશે

Related posts

હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નવું નજરાણું ઉમેરાશે : નર્મદા મૈયાની ભવ્ય આરતીનું આયોજન, જુઓ વિગત

Charotar Sandesh

સીબીઆઈનાં નવા ડાયરેક્ટર માટે ૬ દાવેદારો, ગુજરાત કેડરનાં બે ઓફિસર…

Charotar Sandesh

સને ૨૦૨૨થી વચગાળા જામીન પરથી ફરાર કાચા કેદીને દબોચી લેતી એલસીબી ઝોન-૧

Charotar Sandesh