Charotar Sandesh
કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાત દક્ષિણ ગુજરાત

છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૯૦ તાલુકામાં વરસાદી તાંડવ

વરસાદ

ગાંધીનગર : તાપી જિલ્લામાં પણ ભારે વરસાદ ની સ્થિતિ છે. ઉપરવાસ પડેલા વરસાદને પગલે ઉકાઈ ડેમમાં ભરપૂર પાણીની આવક થઈ છે. હાલ ડેમમાં ૨,૦૭,૯૧૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી પાણીની જાવક પણ ૧,૯૦,૪૪૯ ક્યૂસેક છે. હાલ ડેમની સપાટી ૩૪૦.૯૬ ફૂટ પર પહોંચી ગઈ છે. તો ડેમની ભયજનક સપાટી ૩૪૫ ફૂટ છે.

ઉકાઈ ડેમના ૨૨ ગેટ પૈકી ૧૫ ગેટ ખોલી દેવામાં આવ્યા છે

તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. ૧૨ ગેટ ૬ ફૂટ અને ૩ ગેટ ૭ ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી મોટી માત્રામાં પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે. તંત્ર દ્વારા તાપી નદીના કિનારેના વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. સુરત પોરબંદર અને જૂનાગઢ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ, રાજ્યમાં ભારેથી હળવા વરસાદની આગાહી કરાઈ છે. ત્યારે મંગળવાર સાંજથી જ ગુજરાતભરમાં વરસાદ તૂટી પડ્યો છે.

રાજ્યમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૯૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ઉમરપાડામાં ૮.૫ ઇંચ વરસાદ ખાબક્યો છે. ગુલાબ વાવાઝોડા ની અસર દક્ષિણ ગુજરાત પર સૌથી વધુ દેખાઈ રહી છે. આમ, રાજ્ય ના સાત તાલુકાઓમાં ૬ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. તો રાજ્યના ૧૩ તાલુકામાં ૫ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

રાજ્યના ૨૪ તાલુકામાં ૪ ઇંચ કરતા વધારે વરસાદ વરસ્યો છે. આમ, રાજ્યના ૫૦ તાલુકાઓમાં ૩ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ૮૭ તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. તો ગુજરાતના ૧૨૮ તાલુકામાં ૧ ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

Other News : ગુજરાતમાં ‘શાહીન’ વાવાઝોડાનું સંકટ : ૩ દિવસ ભારે વરસાદની આગાહી

Related posts

હેલમેટ ફરજિયાત કે મરજિયાત..?!! સીએમ અને મંત્રી ફળદુએ મૌન સેવ્યું…

Charotar Sandesh

શિક્ષકો સામે રૂપાણી સરકાર ઝૂકી : ૨૪૦૦ ગ્રેડ-પે કરવાનો પરિપત્ર રદ્દ…

Charotar Sandesh

૨૪ કલાકમાં તૌકતે વાવાઝોડું વધારે મજબૂત થશે, ૧૭ મેના રોજ ગુજરાતના દરિયાકિનારે ટકારાશે…

Charotar Sandesh