Charotar Sandesh
બોલિવૂડ

Drugs Case : કોર્ટે ફરીથી શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની જામીન અરજી ફગાવી

આર્યન ખાન

મુંબઈ : મુંબઈની એનડીપીએસ કોર્ટે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનની જામિન અરજી નકારી કાઢી હતી. કોર્ટે આર્યન ખાનની સાથે અરબાઝ અને મુનમુન ધમેચાની જામીન અરજી પણ નકારી કાઢી હતી. એનસીબીએ આર્યન ખાન, મર્ચેન્ટ અને ધમેચાને માદક પદાર્થો રાખવા, આ સંબંધિત ષડયંત્ર અને સેવન, ખરીદ અને તસ્કરીના આરોપમાં ત્રણ ઓક્ટોબરે ધરપકડ કરી હતી.

ત્રણેય આ સમયે ન્યાયિક કસ્ટડીમાં છે.આર્યન અને મર્ચેન્ટ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે જ્યારે ધમેચા અહીની બાયકુલા મહિલા કારાગારમાં બંધ છે.

મામલામાં આરોપી આર્યન ખાન અને અન્ય સામે એનડીપીએસ કાયદાની કલમ અંતર્ગત મામલો નોંધ્યો હતો

ઉલ્લેખનીય છેકે ૧૪ ઓક્ટોબરે આર્યન ખાનને ક્વોરંટીન પુરુ થયા બાદ સ્થાનિક આર્થર રોડ જેલની સામાન્ય બેરેકમાં શિફ્ટ કર્યો હતો. એનસીબીની પ્રારંભિત કસ્ટડ સમાપ્ત થયા બાદ મેજિસ્ટ્રેટે જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. અને ન્યાયિક કસ્ટડીમાં મધ્ય મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલી આપ્યો હતો. તેમને સાત દિવસ સુધઈ ક્વોરંટીન રાખવામાં આવ્યા હતા.

ક્રૂઝ ઉપર એક રેવ પાર્ટીનું આયોજન થયાની ગુપ્ત બાતમીના આધારે એનસીબીની એક ટીમે બે ઓક્ટોબરે સાંજે ગોવા જવા માટે કોર્ડેલિયા ક્રૂઝ ઉપર છાપો માર્યો હતો અને કથિત રીતે ડ્રગ્સ જપ્ત કર્યું હતું. આ છાપા દરમિયાન આર્યન ખાન, અરબાઝ મર્ચેન્ટ અને મુનમુન ધમેચા સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છે કે જેલમાં રહેલા આર્યન ખાનને પોતાના પિતા શાહરુખ ખાન અને માતા ગૌરી ખાન સાથે વીડિયો કોલ ઉપર વાત થઈ હતી. ત્યારબાદ આર્યન ખાનને તેના પિતા તરફથી ૪૫૦૦ રૂપિયાનું એક મની ઓર્ડર પણ મળ્યું હતું. જેનાથી તે જેલમાં કેન્ટીનમાંથી સામાન ખરીદી શકે.

Other News : Bollywood : કાર્તિક આર્યનની ફિલ્મ ‘ધમાકા’નું ટ્રેલર રિલીઝ

Related posts

મારો પ્રિય ક્રિકેટર રાહુલ દ્રવિડ છે : દીપિકા પાદુકોણ

Charotar Sandesh

રાજકુમાર રાવે હોલિવૂડ સ્ટાર્સ લિયોનાર્દોને પેન વેચીને બિઝનેસ ટિપ્સ આપી…

Charotar Sandesh

ડ્રગ્સ કેસમાં રિયાની ધરપકડ, મેડિકલ માટે લઇ જશે એનસીબી ટીમ…

Charotar Sandesh