Charotar Sandesh
સ્પોર્ટ્સ

યુ.એ.ઇ.માં ટી-૨૦ વર્લ્ડ કપમાં ૧૨ ટીમ વચ્ચે જંગ : રવિવારે ભારત-પાક વચ્ચે હાઇ-વોલ્ટેજ મુકાબલો

ટી-૨૦ વર્લ્ડ કપ

દુબઈ : કોરોનાની મહામારીને પગલે આઈસીસીને આવો નિર્ણય લેવો પડયો હતો જો કે આઈ.પી.એલ. પણ સંપન્ન થઇ એટલે ભારતના અને ઘણા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ મહિનાથી યુએઇમાં જ હોઈ ક્વોરન્ટાઈનની માનસિક આઘાતમાંથી હવે પસાર નથી થવું પડયું. દુબઇ, શારજાહ, અબુધાબી અને મસ્કત (ઓમાન) એમ ચાર કેન્દ્રના સ્ટેડિયમમાં મેચ રમાશે. ભારતમાં દિવાળીની રજાના ગાળામાં આ વર્લ્‌ડ કપ હોઈ ચાહકોને માટે જમાવટ રહેશે.

ભારતે પાકિસ્તાન સામે વર્લ્‌ડકપમાં લાંબા સમયથી દબદબો કાયમ રાખ્યો છે

ટી-૨૦ વર્લ્‌ડકપની પ્રથમ સેમિફાઈનલમાં ૧૦ નવેમ્બરે ગ્રુપ-૧ની પ્રથમ રહેલ ટીમ ગ્રુપ-૨ની બીજા ક્રમની ટીમ સામે ટકરાશે. જ્યારે ૧૧ નવેમ્બરે બીજી સેમિ ફાઈનલ ગ્રુપ-૧ની બીજા ક્રમની ટીમ ગ્રુપ-૨ની પોઈન્ટ ટેબલ પરના પ્રથમ ક્રમની ટીમ સામે રમશે. પ્રથમ અને બીજી સેમિફાઈનલના વિજેતા વચ્ચે ૧૪ નવેમ્બરે ફાઈનલ રમાશે.હજુ આઈપીએલની ફાઈનલ ગત૧૫ ઓક્ટોબરે જ યુએઇમાં રમાઈ હતી ત્યારે તેના આઠ દિવસ પછી ટી-૨૦ વર્લ્‌ડ કપનો યુએઇમાં જ આવતીકાલથી પ્રારંભ થઇ રહ્યો છે.

ભારતીય સમય પ્રમાણે બપોરે ૩.૩૦થી ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે અને સાંજે ૭.૩૦થી ઇંગ્લેન્ડ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન વેસ્ટ ઇંડિઝ સામેની મેચ સાથે ટી-૨૦ વર્લ્‌ડ કપનો પ્રારંભ થશે. ભારત તેના મિશન વર્લ્‌ડ કપની પ્રથમ મેચ રવિવારે ૨૪ ઓક્ટોબરે રમશે.

૧૨ ટીમો પૈકી ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા અને વેસ્ટ ઇંડિઝ આ આઠ ટીમ તો અગાઉથી તેઓના રેન્કિંગના આધારે નિશ્ચિત બની ગઈ હતી. પણ વધુ ચાર ટીમોને સુપર-૧૨માં આવતીકાલથી શરૂ થતા વર્લ્‌ડ કપમાં ઉમેરાવાના હોઈ તે પછીના રેન્કિંગની આઠ ટીમોને ગુ્રપ ’એ’ અને ગુ્રપ ’બી’માં વહેંચી ક્વોલિફાયર્સ માટેની મેચ ૧૭ ઓક્ટોબરથી શરૂ થઇ હતી. જેમાં છેલ્લા વર્ષથી લગાતાર કથળતા જતાં દેખાવને લીધે બાંગ્લાદેશ અને શ્રીલંકાને પણ ક્વોલિફાયર્સના માર્ગે જ સુપર-૧૨માં પ્રવેશવું પડયું હતું. અન્ય બે ટીમ સ્કોટલેન્ડ અને નામિબીયા ક્વોલિફાય થઇ છે.

Other News : મહેન્દ્રસિંહ ધોની મારા લાઈફ કોચ છે : હાર્દિક પંડ્યા

Related posts

રોહિત અહીંથી ભારતીય ટીમને આગળ લઈ જઈ શકે છે : વિરાટ કોહલી

Charotar Sandesh

સુરેશ રૈનાએ કોરોના સામેની લડત માટે ૫૨ લાખ રૂપિયાનું દાન કર્યું…

Charotar Sandesh

ધોની તૈયાર છે માત્ર ટીમ ઇન્ડિયાની બ્લૂ જર્સી પહેરવાની જરુર છે…

Charotar Sandesh