Charotar Sandesh
સ્પોર્ટ્સ

ફરી જંગ જામશે : રવિવારે ભારત અને ન્યુઝીલેન્ટ વચ્ચે સેમિફાઈનલમાં પહોંચવા લડાઈ

ભારત અને ન્યૂઝીલેન્ડ

UAE : ટી-૨૦ વર્લ્‌ડ કપની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ભારતીય બોલરો જોરદાર ધોવાયા હતા. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાને ભારતના પાંચેય ટોપ બોલરોને એક પણ તક આપી ન હતી. મિસ્ટ્રી સ્પિનર વરુણ ચક્રવર્તીએ ૪ ઓવરમાં ૩૩ રન આપ્યા. તેનાથી વિપરીત રવિન્દ્ર જાડેજાએ તેની ૪ ઓવરના ક્વોટામાં માત્ર ૨૮ રન જ આપ્યા હતા. ન્યુઝીલેન્ડ સામેની મેચમાં સ્પિનરોની ભૂમિકા પર પણ મોટો સવાલ થશે. આગામી મેચ પણ દુબઈમાં છે અને અત્યાર સુધી ત્યાંની મેચોમાં એક પણ વાર ૧૬૦નો સ્કોર પાર નથી થઈ શક્યો. ત્યારે ઓછા સ્કોરવાળી મેચોમાં સ્પિનરોની ભૂમિકા વધુ મહત્વની બની જાય છે. પ્રથમ મેચમાં રાહુલ ચહરને ન રમાડવા પર સવાલો ઉઠ્‌યા હતા.

ICC T20 વર્લ્‌ડ કપના આગામી રાઉન્ડમાં પહોંચવા માટે ભારતે આ મેચ જીતવી પડશે

આવી જ સ્થિતિ ન્યૂઝીલેન્ડની હશે, ભારતની જેમ તેને પણ પાકિસ્તાને હાર આપી છે. આ મેચ બંને ટીમો માટે ’કરો યા મરો’ જેવી છે. જો તેઓ હારી જશે તો સેમિફાઈનલમાં પહોંચવાનું ચિત્ર ધૂંધળું બની જશે. જો જીતી જાય તો સ્કોટલેન્ડ, નામિબિયા, અફઘાનિસ્તાન જેવી પ્રમાણમાં નબળી ટીમો સાથે સ્પર્ધા છે. તેવામાં કીવીઓ સામેની મેચ પહેલા ટીમ ઈન્ડિયાના મેનેજમેન્ટે પાંચ મહત્વના સવાલોના જવાબ શોધવાના છે.

હાર્દિક પંડ્યાની ફિટનેસ આ સમયે ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો માથાનો દુખાવો છે. તે બોલિંગ કરશે કે નહીં? પરફેક્ટ રીતે મેચ રમવા માટે ફિટ છે કે નહીં? ટીમ કોમ્બિનેશનમાં તેની ભૂમિકા શું હશે, ઓલરાઉન્ડર કે પ્યોર બેટ્‌સમેન? વિરાટ કોહલીને ઘણા સવાલોના જવાબ શોધવાના છે અને કોચ રવિ શાસ્ત્રી અને મેન્ટર એમએસ ધોની આમાં તેની મદદ કરશે. પાકિસ્તાન સામેની મેચમાં હાર્દિક એક સ્પેશિયલિસ્ટ બેટ્‌સમેન તરીકે રમ્યો હતો અને ખભાની ઈજાને કારણે મેદાનની બહાર ગયો હતો.

Other News : સાઉથ સુપર સ્ટાર રજનીકાંતની તબિયત ખરાબ થતાં ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં દાખલ

Related posts

આઈપીએલ ન રમવાના કારણે ૨૦૨૧ની સિઝનમાંથી પણ બહાર થઇ શકે છે રૈના-હરભજન

Charotar Sandesh

ટીમ ઈન્ડિયાની જર્સી પર નાઈકનો લોગો : લોકડાઉનના કારણે ટીમ ઈન્ડિયાની જર્સીમાં થઈ શકે છે ફેરફાર…

Charotar Sandesh

મયંક અને રોહિતની જોડી અમારા માટે બોનસ જેવી છે : પુજારા

Charotar Sandesh