Charotar Sandesh
ઈન્ડિયા

ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશોની સૌથી લોકપ્રિય નેતાની યાદીમાં મોદી સૌથી આગળ

વડાપ્રધાન મોદી

નવી દિલ્હી : અમેરિકાની ડેટા ઇન્ટેલિજન્સ કંપની મોર્નિંગ કન્સલ્ટે ઓસ્ટ્રેલિયા, બ્રાઝિલ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇટાલી, જાપાન, મેક્સિકો, દક્ષિણ કોરિયા, સ્પેન, યુકે અને અમેરિકાના અગ્રણી નેતાઓ માટેના અનુમોદન રેટિંગને ટ્રેક કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ એટલી જ છે એપ્રુવલ રેટિંગ એજન્સી દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં આ બાબત બહાર આવી હતી. વડાપ્રધાન મોદીએ લોકપ્રિયતાની બાબતે વિશ્વના અનેક નેતાઓને પાછળ પાડી દીધા છે.

મોદીએ અમેરિકાના પ્રમુખ જો બાઇડેન અમને બ્રિટનના વડાપ્રધાન બોરિસ જ્હોન્સનને પણ આ બાબતે પાછળ છોડી દીધા હતા. મર્નિંગ કન્સલ્ટ નામની રેટિંગ એજન્સીના સર્વેમાં મોદીને ૭૦નું એપ્રુવલ રેટિંગ આપવામાં આવ્યું હતું જે વિશ્વના અન્ય તમામ નેતાઓને મળેલા રેટિંગ કરતાં વધુ છે.

આ સર્વેમાં બીજા નંબરે મેક્સિકોના રાષ્ટ્રપ્રમુખ લોપેઝ (૬૬ ટકા) અને ત્રીજા નંબરે ઇટાલીના વડાપ્રધાન મારિયો દ્રાગી (૫૮ ટકા) રહ્યા હતા

જર્મનીના ચાન્સેલર એન્જેલા મર્કેલ ૫૪ ટકાના રેટિંગ સાથે ચોથા નંબરે અને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન ૪૪ ટકા રેટિંગ સાથે પાંચમા ક્રમે રહ્યા હતા. મોર્નિગ કન્સલ્ટ દ્વારા હાથ ધરાયેલા તમામ દેશોના પુખ્તવયના નાગરિકોનો ઇન્ટરવ્યૂ લીધા બાદ જે તે દેશના લોકપ્રિય નેતાને રેટિંગ આપવામાં આવ્યું હતું. એજન્સીએ ભારતના ૨૧૨૬ લોકોની સાથે ઓનલાઇન વાતચીત કરીને મોદી માટે ૭૦નું રેટિંગ નિર્ધારિત કર્યું હતુ.

Other News : ફ્રાન્સની કંપની પાસે રાફેલ સોદામાં ૬૫ કરોડની લાંચ અપાઈનો ધડાકો

Related posts

મેહુલ ચોક્સીની ઘર વાપસી માટે ભારત સરકારે ડોમિનિકા જેટ મોકલ્યું…!!!

Charotar Sandesh

કાળા બજાર પર રોક : સરકારે સેનિટાઇઝર, માસ્કના ભાવ નક્કી કર્યા…

Charotar Sandesh

મુંબઇમાં મેટ્રો પ્રોજેક્ટ માટે ૨૭૦૦ વૃક્ષોનો સત્યનાશ કરાયો… સમગ્ર વિવાદ રાજકીય રંગે રંગાયો…

Charotar Sandesh