Charotar Sandesh
સ્પોર્ટ્સ

રોહિત અહીંથી ભારતીય ટીમને આગળ લઈ જઈ શકે છે : વિરાટ કોહલી

વિરાટ કોહલી

મુંબઈ : મને જે જવાબદારી આપવામાં આવી હતી તેને લઈને મારું કામ મેં પૂરું કર્યુ હતું ને સાથે મારા માટે આ ગર્વની વાત રહી હતી. હવે સમય છે કે હું નવી જગ્યા કાયમ કરું. ટીમ ઈન્ડિયાએ જે કામ કર્યું છે તેની પર મને ગર્વ છે.

વિરાટે કહ્યું કે હવે ટીમની જવાબદારી છે કે તેઓ આગળ વધે

રોહિત શર્મા પણ છે, તે લાંબા સમયથી અનેક પાસાને સમજી રહ્યા છે. સાથે ટીમમાં અનેક લીડર્સ છે, એવામાં આવનારો સમય ભારતીય ક્રિકેટ માટે સારો હોઈ શકે છે.નામિબિયાની સામે ટી૨૦ મેચમાં સોમવારે ભારતીય ટીમે વિરાટ કોહલીના નેતૃત્વમાં જીત મેળવી હતી. આ પછી વિરાટ કોહલીએ કેપ્ટનશીપમાંથી રાજીનામું આપ્યું.

તેણે કહ્યું કે આ મારા માટે સમ્માનની વાત રહેશે કે મને કેપ્ટનશીપનો અવસર મળ્યો અને મેં મારું સર્વશ્રેષ્ઠ આપ્યું. હવે સમય આવી ગયો છે કે અન્ય લોકો માટે જગ્યા ખાલી કરવામાં આવે અને આગળ વધવામાં આવે. મને ગર્વ છે કે મારા નેતૃત્વમાં ટીમે જીત મેળવી છે અને મને લાગે છે કે નવા લોકો પાસે ટીમને આગળ લઈ જવાનો અવસર છે. રોહિત અહીં છે અને લાંબા સમયથી ચીજને જોઈ રહ્યા છે. નક્કી તે ટીમને આગળ લઈ જઈ શકે છે.

તેણે કહ્યું કે આ રાહતની વાત છે. કેપ્ટનશીપ સમ્માનની વાત છે. જ્યારે અમે મેદાનમાં હોઈએ ત્યારે એક ટીમના રૂપમાં ખાસ પ્રદર્શન કરીએ છીએ. અમે આ વખતે પણ વિશ્વકપમાં વધારે દૂર નથી. ટી૨૦માં કેટલાક સારા પરિણામ મળી શકે છે અને સાથે રમવામાં મજા આવે છે. તમામ સહયોગી સ્ટાફને પણ તેઓએ ધન્યવાદ કહ્યા છે.

તેઓએ કહ્યું કે આટલા વર્ષોમા બધા સાથે ખાસ કામ કર્યું છે. તેમની સાથે વાતાવરણ સારું રહ્યું છે. ભારતીય ક્રિકેટમાં તેમનું યોગદાન રહ્યું છે અને સાથે તેઓએ કહ્યું કે આવનારી મેચમાં તેમની માનસિકતામાં અંતર હશે. તે આક્રમકતાની સાથે રમશે અને એવુ નહીં થાય તો રમવાનું છોડી દેશે. કોહલી કહે છે કે હું દરેક સમયે મારું ૧૨૦ ટકા આપવા માટે તૈયાર રહીશ.

Other News : f

Related posts

ચેન્નાઇ-દિલ્હીની ધીમી પિચો પર મુંબઇ ઇન્ડીયન્સને કોઇ નુકશાન નહીઃ પાર્થિવ પટેલ

Charotar Sandesh

દરેક ધર્મ સુંદર, બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન ન કરાવો : હરભજનસિંહ

Charotar Sandesh

કપિલ દેવને પાછળ છોડી ઇશાંત બન્યો સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર…

Charotar Sandesh