Charotar Sandesh
ગુજરાત

રાજ્યમાં નોન-વેજ લારીઓને હટાવવી જ જોઈએ : મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

રાજેન્દ્ર ત્રિવેદી

વડોદરા : રાજકોટ બાદ હવે વડોદરામાં મુખ્ય રસ્તાઓ અને જાહેરમાં લટકાવી મટન- મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષની સૂચના બાદ આજથી શહેરમાં ૩ હજાર જેટલી નોન-વેજ અને ઇંડાંની લારીઓ સામે ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જાહેરમાં નોન-વેજ લટકાવી શકાશે નહીં, એને ઢાંકીને રાખવું પડશે. જો સૂચનાનો અમલ નહીં થાય તો લારી બંધ કરવા સુધીનાં પગલાં લેવાશે. પાલિકાના શુક્રવારથી ડ્રાઇવ શરૂ કરવાના દાવા વચ્ચે વાસ્તવિકતા એ છે કે નોન-વેજની કેટલી લારીઓ છે એની પાલિકાને ખબર જ નથી.

બીજી તરફ પાલિકા દ્વારા હવે શહેરના રાજમાર્ગો પર રોજ પાર્ક કરાતાં વાહનો પાસેથી પાર્કિગનો ચાર્જ વસૂલવાની પણ કવાયત શરૂ કરવામાં આવી છે.નોન-વેજના વેપારી મુન્ના ઘાંચીએ જણાવ્યું હતું કે કોર્પોરેશને જે નિયમ બનાવ્યો છે કે નોન-વેજ ઢાંકીને રાખવાનું તથા સ્વચ્છતા રાખવાનું, એનું પાલન કરવામાં આવશે. લોકોને તકલીફ ના પડે એનું ધ્યાન રાખવું એ વેપારીઓની ફરજ છે અને નિયમોનું પાલન કરાશે.

રાજકોટ બાદ હવે વડોદરામાં મુખ્ય રસ્તાઓ અને જાહેરમાં લટકાવી મટન-મચ્છી વેચનારા સામે કાર્યવાહી કરવા સ્થાયી સમિતિ અધ્યક્ષની સૂચના બાદ રાજ્યના મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનું મોટું નિવેદન સામે આવ્યું છે

તેમણે જણાવ્યું હતું કે ફૂટપાથ પર ધંધો કરવાનો કોઇનો પણ અધિકાર નથી. ફૂટપાથ રાહદારીઓ માટે છે. એના પર હક ન જમાવવો જોઇએ, એ એક પ્રકારનું લેન્ડ ગ્રેબિંગ છે. એ જગ્યા પર વેજ કે નોન-વેજની લારી ન ઊભી રહી શકે. એને ઉપાડી જ લેવી પડે. વેજ-નોનવેજ જાહેરમાં બનતું હોય છે, એને કારણે એનો ધુમાડો ઊડતો હોય છે. એ રાહદારીઓને આંખોમાં લાગતો હોય છે, એને અટકાવવો જ પડશે. હું આ નિર્ણય બદલ રાજકોટ અને વડોદરાના મેયરને અભિનંદન આપું છું.

આ પહેલાં કચ્છમાં એક કાર્યક્રમ દરમિયાન મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાજ્યમાં રસ્તા પર લારી ઊભી ઈંડાં અને નોન-વેજની લારીઓ ટેમ્પરરી લેન્ડ ગ્રેબિંગ સમાન છે. વડોદરા અને રાજકોટમાં જાહેરમાં ઈંડાં અને નોન-વેજની લારીઓને જાહેરમાં વેચાણ નહીં કરવા માટે મહાનગરપાલિકાનાં પગલાંની પ્રશંસા કરી હતી.

Other News : વડોદરામાં મુખ્ય રસ્તા ઉપર ખુલ્લામાં મટન-મચ્છી અને આમલેટની લારી બંધ કરાવવા સુચના અપાઈ

Related posts

PSIની પરીક્ષામાં અમદાવાદના લાંભાની હાઇસ્કુલમાં કોઇ ગેરરીતી થઈ નથી : ભરતી બોર્ડે કરી સ્પષ્ટતા

Charotar Sandesh

ગૃહમંત્રી જાડેજા સામે ૨૦૦૭માં આચારસંહિતાના ભંગ બદલ નોંધાયેલી ફરિયાદ હાઈકોર્ટે રદ કરી

Charotar Sandesh

વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની તબિયત લથડી, કરાઈ એન્જોપ્લાસ્ટી…

Charotar Sandesh