મુંબઇ : પશ્ચિમના દેશોમાં સેલિબ્રિટીઓ પાતોના લગ્નના ફૂટેજ અને તસવીરો મેગેઝિન અને ચેનલો સાથે ટેલિકાસ્ટ કરવા માટે અઢળક રકમ લઇને સોદા કરવાનું સામાન્ય છે. ઓટીટી પ્લેટફોર્મ પરનુ આ આંતરરાષ્ટ્રીય સ્ટ્રિમિંગ આ ટ્રેન્ડ ભારતમાં પણ લઇ આવવા માંગે છે. તેથી જ તેણે લગ્નની ફ્રેન્ચાઇઝી માટે કેટરિના અને વિક્કીને રૂપિયા ૧૦૦ કરોડની ઓફર આપી છે.
જોકે આ યુગલે આ ઓફર સ્વીકારી છે કે નહીં તે જાણવા મળ્યું નથી. ભૂતકાળમાં પણ આ ઓટીટી પ્લેટફોર્મે દીપિકા પદુકોણ અને રણવીર સિંહને પણ લગ્નના ફૂટેજ માટે આવી જ ઓફર આપી હતી.
કેટરિના કૈફ અન વિક્કી કૌશલે પોતાના લગ્નની તસવીરોનો સોદો એક સામાયિક સાથે કર્યો હોવાની ચર્ચા હતી
હવે આ લગ્નને લઇને એક નવી વાત એ છે કે, ડિજિટલ પ્લેટફોર્મ પરથી આ યુગલને લગ્નના ફૂટેજ માટે કરોડોની ઓફર આપવામાં છે. સોશિયલ મીડિયાના એક પોર્ટલના અનુસાર, ઓટીટી પ્લેટફોર્મ તરફથી કેટરિન અને વિક્કીને લગ્નના ફૂટેજ માટે રૂપિયા ૧૦૦ કરોડની ઓફર આપવામાં આવી છે. તેઓ તેમના લગ્નને પોતાના દર્શકો માટે સ્ટ્રીમિંગ કરવા ઇચ્છે છે.
Other News : અભિનેતા સલમાન ખાન ખાસ મિત્ર કેટરિના કૈફના લગ્નમાં હાજરી નહીં આપે