Charotar Sandesh
સ્પોર્ટ્સ

કેપ્ટન વિરાટ કોહલીને કદાચ ફરી આ રેકોર્ડ તોડવાનો મોકો નહીં મળે

કેપ્ટન વિરાટ

મુંબઈ : ટીમ ઈન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલીને કદાચ ફરી આ રેકોર્ડ તોડવાનો મોકો નહીં મળે, કારણ કે તે ફરીથી ભારતીય વનડે ટીમનો કેપ્ટન બને તેવી શક્યતા ઓછી જણાઈ રહી છે.

વિરાટ કોહલી છેલ્લા ૨ વર્ષથી ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી, નહીંતર રિકી પોન્ટિંગનો આ રેકોર્ડ ઘણા સમય પહેલા તોડી શકાયો હોત, પરંતુ એવું થઈ શક્યું નહીં.વિરાટ કોહલીએ ભલે તેના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા માટે કોઈ આઈસીસી ટ્રોફી જીતી ન હોય, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે તેની કેપ્ટનશિપ આંકડાઓની દૃષ્ટિએ શાનદાર રહી છે.

દક્ષિણ આફ્રિકા પ્રવાસ પહેલા રોહિત શર્માને ટીમ ઈન્ડિયાનો ODI કેપ્ટન પણ બનાવવામાં આવ્યો છે, જે અત્યાર સુધી વિરાટ કોહલી હતો અને આને લઈને ઘણો વિવાદ થયો છે. વિરાટ કોહલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ૯૫ વનડે રમી છે, જેમાં તેણે ૬૫માં જીત અને ૨૭માં હારનો સામનો કરવો પડ્યો છે. ODI કેપ્ટનશિપમાં વિરાટની જીતની ટકાવારી ૭૦.૪૩ રહી છે અને તેણે ૧૯ દ્વિપક્ષીય શ્રેણીમાં ભારતને ૧૫ જીત અપાવી છે. વિરાટ કોહલીના નામે એક મોટો રેકોર્ડ બન્યો છે જે તેની કેપ્ટનશીપમાં સૌથી વધુ સદીની ઇનિંગ્સ રમવાનો આંકડો છે.

કોહલીએ કેપ્ટન તરીકે ૫૦ ઓવરના ફોર્મેટમાં ૨૧ સદી ફટકારી છે

આ મામલામાં વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગથી પાછળ છે, જેણે ૨૩૦ વનડેમાં કેપ્ટન તરીકે ૨૨ સદી ફટકારી છે. જો વિરાટને થોડી વધુ તક મળી હોત તો કદાચ તે આ રેકોર્ડની બરાબરી જ નહીં કરી શક્યો હોત પરંતુ તેનાથી આગળ પણ વધી ગયો હોત.

Other News : ક્રિકેટર હરભજન સિંહે કોચ તરીકે નવી ઈનિંગ શરૂ કરી શકે છે

Related posts

સ્મિથે ટેસ્ટમાં સદી-અડધી સદીનું ૧૦મી વખત કારનામું કરી રેકોર્ડ કર્યો…

Charotar Sandesh

કોહલીએ ઘણીવાર અયોગ્ય ખેલાડીઓને સમર્થન કર્યુ હતુ : રે જેનિંગ્સ

Charotar Sandesh

કોહલી એક ટીમ માટે રમીને ૬ હજાર રન બનાવનાર પ્રથમ બેટ્‌સમેન…

Charotar Sandesh