Charotar Sandesh
બોલિવૂડ

અભિનેતા પ્રભાસની આગામી ફિલ્મ રાધેશ્યામનું ટ્રેલર રિલીઝ થયું

અભિનેતા પ્રભાસ

મુંબઈ : અભિનેતા પ્રભાસની ‘રાધેશ્યામ’ ફિલ્મ મકરસંક્રાંતિના દિવસે એટલે કે ૧૪ જાન્યુઆરી ૨૦૨૨ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ ઘણી ભાષાઓમાં રિલીઝ થશે. તમિલ તેલુગુ ઉપરાંત કન્નડ, મલયાલમ અને હિન્દીમાં પણ આ ફિલ્મ રિલીઝ થશે. આ ફિલ્મમાં ચાહકોને પૂજા હેગડે અને પ્રભાસની રોમેન્ટિક જોડી જોવા મળશે.

પ્રભાસના ફેન્સ માટે મોટા સમાચાર આવ્યા છે. આખરે પ્રભાસની આગામી ફિલ્મ ‘રાધેશ્યામ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મને લગતા ઘણા પોસ્ટર પહેલા જ રિલીઝ થઈ ચૂક્યા છે. ત્યારે હવે ટ્રેલર રિલીઝ થતા દર્શકોની ઉત્સુકતા વધારે વધી છે.

હૈદરાબાદમાં એક ગ્રાન્ડ ઈવેન્ટમાં આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે

આ ફિલ્મના ટ્રેલરમાં પ્રભાસનો અલગ અંદાજ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મનું ટ્રેલર હાલ છવાઈ ગયુ છે.આ ફિલ્મના ટ્રેલરમાં એક્ટર પ્રભાસ જ્યોતિષની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે અને તે પૂજા હેગડેના પ્રેમમાં છે. આ ફિલ્મના દરેક લોકેશન ખુબ શાનદાર જોવા મળી રહ્યા છે. ટ્રેલરની શરૂઆત એક લવ સ્ટોરીથી થાય છે અને ટ્રેલરનો અંત દુઃખદ રીતે થાય છે.

પ્રભાસનુ આ ફિલ્મમાં નામ વિક્રમાદિત્યના છે. આ ફિલ્મમાં ઉત્તમ ફહ્લઠનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફિલ્મના ટ્રેલર લોન્ચ પહેલા પ્રભાસે પોસ્ટ કરીને લખ્યું હતુ કે ‘રાધેશ્યામ’ની અદ્ભુત દુનિયા તમારા બધા સાથે શેર કરવા માટે હું રાહ જોઈ શકતો નથી. આજે અમે ટ્રેલર સાથે આ ફિલ્મનો એક નજારો તમારી સાથે શેર કરીશુ.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મના નિર્માતાઓએ આ ટ્રેલર લોન્ચિંગને વધુ ખાસ બનાવવા માટે કોઈ કસર છોડી નથી. હૈદરાબાદમાં યોજાયેલા ગ્રાન્ડ ઈવેન્ટમાં આ ફિલ્મનુ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યુ છે.

Other News : અભિનેતા શાહરૂખ ખાને પુત્રના જામીન બાદ પઠાણનું શૂટિંગ શરૂ કર્યું

Related posts

વરુણ અને સારાની ‘કુલી નંબર ૧’નું પહેલું સોન્ગ થયું રીલીઝ…

Charotar Sandesh

વરુણ ધવન અને સારા અલી ખાનની કુલી નં.૧ ફિલ્મને મળી સૌથી ઓછી આઈએમડીબી રેટિંગ…

Charotar Sandesh

અમે સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આખરે કેમ રાવણે સિતાનું અપહરણ કર્યું હતું…

Charotar Sandesh