Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં ગામેગામ ઠંડીનું મોજું ફરી વળ્યું : જાણો હજુ કેટલા દિવસ કાતિલ ઠંડીનું જોર રહેશે

કાતિલ ઠંડી

આણંદ : જિલ્લા સહિત ચરોતરમાં ઉત્તરાયણ બાદ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આણંદ નડીયાદમાં શનિવાર બપોર બાદ વાદળો હટી જતાં માત્ર ૨૪ કલાકમાં લઘુત્તમ તાપમાનમાં ૫ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. જેના કારણે રવિવારે સાંજના ૫ વાગ્યા બાદ પુનઃ આણંદ -નડિયાદ સહિત ગામેગામ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું.

હજુ આગામી બે દિવસમાં ઠંડીનું જોર વધશે. આણંદ કૃષિ હવામાન વિભાગના ડો. મનોજ લુણાગરીયાના જણાવ્યા અનુસાર આગામી બે દિવસમાં ઠંડીનું જોર વધશે. સામાન્ય તાપમાન કરતાં ૨ ડિગ્રી તાપમાન નીચું રહેવાની સંભાવના છે. વાદળો હટતા જ પવનની ગતિમાં વધારો થતાં ભેજનું પ્રમાણ ઘટતા ઠંડીનું જોર વધ્યું છે. જેથી લીલા શાકભાજી સહિતના પાકોને ફાયદો થશે.

ચરોતરમાં લઘુત્તમ તાપમાન ૧૪.૦૫ ડિગ્રી, મહત્તમ તાપમાન ૨૭.૦૫ ડિગ્રી નોંધાયું છે

જયારે ભેજનું પ્રમાણ ૮૩ અને પવનની ગતિ પ્રતિ કલાક ૮.૦૫ ડિગ્રી નોંધાઇ છે. તેના કારણે આગામી દિવસોમાં તાપમાન ૧૩ ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. સાથે સાથે પવનનું જોર પર ૫ કિ.મી.ની આસપાસ રહેશે.

Other News : આણંદ જિલ્લામાં આજે ઘટાડો નોંધાયો : નવા ૧૫૦ કેસ નોંધાતા કુલ એક્ટિવ કેસ ૨૦૦૦ને પાર થયા

Related posts

Wishing you a birthday filled with love passion and success you deserve

Charotar Sandesh

વડોદરા : ઉત્તેજીત માહોલ વચ્ચે નવલખી મેદાન પર બાઇકરોએ કર્યા દિલધડક સ્ટંન્ટ…

Charotar Sandesh

નડિયાદમાં BAPS સ્વામિનારાયણ મંદિર પૂર્ણતાને આરે, તડામાર તૈયારીઓનો ધમધમાટ

Charotar Sandesh