Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદ જિલ્લામાં કોરોનાના નવા ૯૫ કેસ નોંધાયા : સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ, જાણો

આણંદ જિલ્લામાં કોરોના

આણંદ : જિલ્લામાં કોરોનાના નવા કેસો કરતાં એકાએક સાજા થનારા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે, આજ નવા ૯૫ કેસ નોંધાતા સરકારી તંત્રની ચિંતા પણ વધી છે.

આણંદ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના એક્ટિવ કેસ ૯૩૪ થયા છે

આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી મુજબ કોરોના રોકેટગતિએ વધી મહાવિસ્ફોટક સ્થિતિ સર્જી રહ્યો છે.આજે ૩૩૨૭ લોકોના ટેસ્ટિંગ કરાયું જેમાં આજે નવા ૯૫કેસ નોંધાયા છે.કોરોના મજબૂતાઈથી ૯૩૪ દર્દીનો અજગર ભરડો લઈ બેઠો છે.આજે ૧૪૯૪૮ નાગરિકોનું રસીકરણ કરાયું છે.

આજે ૧૬૮ દર્દીઓ સાજા થયેલ છે.૧૨ દર્દી ઓક્સિજન ઉપર અને ૫ દર્દી વેન્ટીલેટર ઉપર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે.કોરોનાથી ગત સપ્તાહે બે મોત નિપજ્યા હોઈ મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક ૫૨ નોંધાયો છે.

Related posts

આણંદ જિલ્‍લાના બોરસદ ખાતેથી રાસ થઇને કંકાપુરા જવા પ્રસ્‍થાન થયેલ દાંડી યાત્રિકો

Charotar Sandesh

કેન્દ્ર સરકારે વિદેશી ડેરીના માર્ગ મોકળા કરતા દેશનો ડેરી ઉદ્યોગ અસલામત બનશે…!?

Charotar Sandesh

આજથી મોડી સાંજ પછી સીધી સવાર..! શહેરમાં રાત્રે ૮ થી સવારે ૬નો કફર્યુ શરૂ થશે…

Charotar Sandesh