Charotar Sandesh
વર્લ્ડ

યુક્રેને રશિયાના ટોચના નૌકાદળના અધિકારીને ઠાર માર્યો : વધુ એક મોટો ઝટકો

યુક્રેને રશિયા

યુક્રેન : રશિયાએ હજુ સુધી સત્તાવાર રીતે તેમના મૃત્યુની વાત સ્વીકારી નથી. પરંતુ વોસ્ટોપોલ નાખીમોવ નેવલ સ્કૂલના તેમના સાથીદાર કોન્સ્ટેન્ટિન ઝરાન્કોએ આની પુષ્ટિ કરી છે.

યુક્રેનની સેનાએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની સેનાને વધુ એક મોટો ઝટકો આપ્યો છે. યુક્રેને દાવો કર્યો છે કે, તેણે રશિયાના બ્લેક સી ફ્લીટના ડેપ્યુટી કમાન્ડરને ઠાર માર્યા છે. ૫૧ વર્ષીય ફર્સ્‌ટ રેન્કના કેપ્ટન આન્દ્રે પાલી યુક્રેન સાથેના યુદ્ધમાં માર્યા ગયેલા પ્રથમ વરિષ્ઠ રશિયન નેવલ ઓફિસર છે. તે કથિત રીતે યુક્રેનિયન બંદર શહેર મેરીયુપોલમાં રશિયાના દરિયાઈ હુમલાનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ દરમિયાન તે યુક્રેનના હુમલામાં માર્યો ગયા હતા. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઘણા ટોચના રશિયન જનરલ મૃત્યુ પામ્યા છે.

યુક્રેનના અધિકારી એન્ટોન ગેરાશચેન્કોએ પણ દાવો કર્યો હતો કે, કેપ્ટન એન્ડ્રે પાલીનું રવિવારે મૃત્યુ થયું હતું. પરંતુ આ વિશે વધુ માહિતી આપવામાં આવી નથી. પાલીનો જન્મ યુક્રેનની રાજધાની કિવમાં થયો હતો. પરંતુ ૧૯૯૩ માં તેમણે યુક્રેનિયન સૈન્યમાં જોડાવાનો ઇનકાર કર્યો અને તેના બદલે રશિયાના ઉત્તરી ફ્લીટમાં જોડાયા. તેણે અગાઉ રશિયન ન્યુક્લિયર મિસાઈલ ક્રૂઝર ‘પીટર ધ ગ્રેટ’ પર કામ કર્યું હતું. તેઓ સેવાસ્તોપોલ, ક્રિમીઆમાં રશિયન નેવલ એકેડમીના ડેપ્યુટી ચીફ હતા.

રશિયન નૌકાદળના અધિકારીના મૃત્યુના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે યુક્રેને તાજેતરમાં દાવો કર્યો હતો કે, તેણે પાંચમા રશિયન જનરલની પણ હત્યા કરી છે

રશિયાની ૮મી સંયુક્ત આર્મ્સ ફોર્સના કમાન્ડર લેફ્ટનન્ટ-જનરલ આન્દ્રે મોરદેવીચેવ ખેરસન શહેર નજીક યુદ્ધમાં માર્યા ગયા હતા. એવું કહેવામાં આવ્યું હતું કે, ખેરસન એરપોર્ટ નજીક યુક્રેનિયન મિસાઇલ હુમલામાં આન્દ્રે મોરદેવીચેવ માર્યા ગયા હતા. તે યુદ્ધમાં માર્યા ગયેલા રશિયાના નવીનતમ ટોચના જનરલ છે. તે જ સમયે, ૪૭ વર્ષીય મેજર જનરલ ઓલેગ મિત્યાયેવ પણ બુધવારે માર્યુપોલમાં માર્યા ગયા હતા. આ રીતે, યુદ્ધમાં રશિયાના ટોચના અધિકારીઓના મૃત્યુઆંક વધીને અત્યાર સુધીમાં ૧૩ થઈ ગયો છે.

Other News : પુણે, થાણે સહિત ૨૩ સ્થળોએ આવકવેરા વિભાગે દરોડા પાડ્યા : ૨૨૪ કરોડની બેનામી સંપત્તિ જપ્ત

Related posts

7 ભારતીય દવા કંપનીઓ સામે USમાં કેસનો મામલો, થઈ શકે અધધધ દંડ…

Charotar Sandesh

અમેરિકા : કેલિફોર્નિયામાં ૨૦૦ વર્ષ પ્રાચિન ગણેશજીની સ્થાપના કરાઈ…

Charotar Sandesh

અમેરિકાના એક વ્યક્તિએ ૨૧૦૦માં ખરીદેલા આ ચિત્રની કિંમત ૩૬૮ કરોડ નીકળી, જુઓ

Charotar Sandesh