ખેડા : આજે કપડવંજ કોર્ટે ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે, જેમાં કપડવંજના નિરમાલી ગામ સીમ વિસ્તારમાં મહિલા પર થયેલ દુષ્કમ બાદ હત્યાના ગુનામાં સજાની જોગવાઈ હાથ ધરવામાં આવેલ, દરમ્યાન સેશન્સ કોર્ટે ત્રણેય આરોપીઓને ફાંસીની સજા ફટકારાઈ છે.
જે ૩ આરોપીઓ ગોપી ઉર્ફે બલાભાઈ ગિરીશભાઈ દેવીપૂજક અને જયંતીભાઈ બબાભાઈ વાદી તેમજ ત્રીજો લાલાભાઈ ઉર્ફે કંકુડીપો રમેશભાઈ વાદી રહે ઈન્દિરાનગરને કોર્ટે સજા-એ-મોતની સજા ફટકારી છે.
સમગ્ર મામલો શું હતો ?
ઘટનાની વિગતોમાં, તા. ૨૮-૧૦-૨૦૧૮ ના રોજ ૧૮ઃ૩૦થી કલાક ૨૦ઃ૩૦ દરમ્યાન કપડવંજ તાલુકાના મોટીઝેર ચોકડીથી નિરમાલી સીમ સુધી પરિણીતાને આરોપી જયંતિ અને લાલાભાઈનાઓએ મોટર સાયકલ ૫૨ મોટીઝર ચોકડીથી બેસાડી અપહરણ કરેલ, જે બાદ નીરમાલી સીમ પાસે મોટીઝેર ચોકડીએ અન્ય આરોપી ગોપી ભલાએ જોતાં મોટરસાઈકલ ઉપર સવાર આરોપીઓને બુમ પાડેલ, પરંતુ તેઓ ઉભા રહ્યા નહોતા.
જે દરમ્યાન નીરમાલી સીમમાં ખેતર નજીક આરોપી ગોપી ઉર્ફે ભલો પહોંચતા રોડની સાઈડમાં એક મોટરસાયકલ જોવા મળેલ, આ મોટરસાયકલ પાસે લાલાભાઈ ઉર્ફે કંકુડીપો ઊભેલ, ગોપી ત્યાં પહોંચ્યો અને નજીકમાં મહિલા પણ બેહોશ હાલતમાં પડેલી જોવા મળેલ, આરોપી ગોપીએ અન્ય બે આરોપીઓને પુછેલ, આ શું કર્યું ? જેમાં અન્ય આરોપીઓએ જણાવેલ કે ’અમે કામ અમારું પતાવી દીધું છે, તું તારુ કામ પતાવી દે’. અને જો અમારુ નહીં સાંભળે તો તેને મારી નાખીશું તેમ કહી ધમકી આપેલ, જે બાદ આરોપી ગોપીને પરિણીતા સાથે દુષ્કર્મ ગુજારવા મજબૂર કરેલ.
દરમ્યાન ત્રણેય આરોપીઓએ મરણંજનાર મહિલા ઉપર ગેંગરેપ આચરી પરિણીતાની હત્યા કરી નાખેલ, જે બાદ આરોપીઓએ પુરાવાનો નાશ કરવા મહિલાના મોઢા-ગળાને સાડીથી બાંધી દઈ નગ્ન અવસ્થામાં ખેતરમાં ફેંકી દીધેલ હતી.
Other News : આણંદ : મોગરી ગામના ઝડપાયેલ લાંચિયા મહિલા તલાટીને કોર્ટે જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કર્યો