Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

તા.૨૬મીના રોજ યોજાયેલ વર્ષ-૨૦૨૨ની બીજી નેશનલ લોક-અદાલત સફળતાપૂર્વક સંપન્ન

લોક-અદાલત

લોકઅદાલતમાં સમાધાન માટે મૂકવામાં આવેલ ૨૯૫૦૬ કેસો પૈકી ૫૮૯૫ કેસોનો સફળતાપૂર્વક નિકાલ

નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ, કલમ-૧૩૮ના ૬૨૧ કેસોનો નિકાલ :: રૂા. ૧૧.૯૩ કરોડના એવોર્ડ

આણંદ : ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા, અમદાવાદના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લા ન્યાયાલય તથા તાલુકાની કોર્ટો દ્વારા વર્ષ-૨૦૨૨ની બીજી નેશનલ લોક અદાલત તા.૨૬મીના રોજ સફળતાપૂર્વક યોજાઇ ગઇ.

મોટર અકસ્માતને લગતા વળતરના કેસોમાં ૧૦૩ કેસોનો નિકાલ :: રૂા. ૪.૮૮ કરોડના એવોર્ડ

આ લોક અદાલતમાં એમ.એ.સી.પી. કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મહેસૂલના કેસો, મજૂરો સાથેના તકરારના કેસો, દિવાની દાવા જેવાં કે, ભાડા-કબજાનાં, બેન્કના વિગેરે કેસો, વિજળી તથા પાણીના કેસો તેમજ હજુ સુધી અદાલતમાં દાખલ ન થયા હોય તેવા બેન્કોના પ્રિ-લિટીગેશનના મળી ૨૯૫૦૬ કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા જેમાંથી ૫૮૯૫ કેસોનો સફળતાપૂર્વક નિકાલ કરવામાં આવ્યો હતો.

આ નિકાલ કરવામાં આવેલ કેસો પૈકી મોટર અકસ્માતને લગતા કેસોમાં કુલ ૧૦૩ કેસોનો સુખદ નિકાલ લાવી રૂા. ર.૭૪ ૪.૮૮ અને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-૧૩૮ના ૬૨૧ કેસોનો સુખદ નિકાલ લાવી રૂા. ૧૧.૯૩ કરોડના એવોર્ડ મળી સુખદ સમાધાન કરવામાં આવેલ ૫૮૯૫ કેસોમાં ફોજદારી સમાધાન લાયક કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મજૂરો સાથેના તકરારના કેસો, દિવાની દાવા તેમજ ભાડાના, બેન્કના વિગેરે તથા પ્રિ-લિટીગેશનના કેસોનો સમાવેશ થાય છે.

Other News : આણંદના મોગર નજીક આર્મીની ટ્રક ખાનગી ટ્રક સાથે અથડાઈ : ક્રેઈનની મદદથી વાહનોને છુટા પડાયા

Related posts

’ક્યાર’ની અસર વચ્ચે નવી સિસ્ટમ સક્રિય, ૩ નવેમ્બર સુધી વરસાદની આગાહી…

Charotar Sandesh

ધો.૧ર સામાન્ય પ્રવાહ : આણંદ ૭૦.૦૩ અને ખેડાનું ૬૩.પ૭ ટકા પરિણામ જાહેર

Charotar Sandesh

વિદેશ મોકલવાના બહાને ૯.૯૬ લાખની છેતરપિંડી કરનારો મુંબઈથી ઝડપાયો : વિદ્યાનગર પોલીસને મળી સફળતા

Charotar Sandesh