Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આગામી વિધાનસભાની ચુંટણીનો માહોલ જામ્યો છે, ત્યારે આણંદમાં સિવિલ બનાવવા મુદ્દે નેતાઓ ચૂપ !?

આણંદ ખાતે સિવિલ

રાજ્યમાં ત્રિપાંખીયો જંગ જામશે, જેમાં આમ આદમી પાર્ટી સારી હોસ્પિટલો-શિક્ષણની રાજનીતિ કરી રહી છે

ત્યારે આણંદમાં સિવિલ હોસ્પિટલ બનાવવાના મુદ્દે સ્થાનિક નેતાઓ ચૂપ કેમ ? તેવા સવાલો નગરજનોમાં ઉદ્‌ભવી રહ્યા છે

Anand : આગામી રાજ્ય વિધાનસભા જંગનો રંગ માહોલ ઉભો થવા પામતો હોય સરકારની વિવિધ યોજના પરીપૂણૅ કરી તેની વાહવાહી મેળવવા નેતાઓ તાતાથૈયા કરતાં હોય પરંતુ આણંદ જીલ્લાની વીસલાખ ઉપરાંત વસ્તી માટે આરોગ્ય સુવિધા ઉભી કરવાના સિવિલ હોસ્પિટલ સાકાર મુદ્દે નેતાઓ ચૂપ કેમ?સરકાર યોજના સાકાર કરવા તત્પર પરંતુ હવનમાં હાડકાં કેમ જેવા સવાલ એરણે ચઢવા પામ્યા નું જાણવા મળેલ છે.

પ્રાપ્ત વિગત અનુસાર વડાપ્રધાન મોદી સરકાર જે પણ યોજના હાથ ઘરે તે નિયત સમયમર્યાદામાં પરિષ હૂં કરતી હોવાના સૂચક નિવેદન કરે પરંતુ આણંદ પંચકના નેતાઓ તેના છંદ ઉડાડતા હોય તેમ છેલ્લા દશક ઉપરાંતથી જીલ્લાની વીસલાખ ઉપરાંતની વસ્તીને લાભાથૅ થનાર સિવિલ હોસ્પિટલ સાકાર કરવા મુદ્દે સ્થાનિક નેતાઓ દ્વારા સરકારના દ્રઢ મનોબળ છતાં હવનમાં હાડકાં કેમ? રાજ્ય વિધાનસભા જંગનો રંગ માહોલ ઉભો કરવા સરકારની વિવિધ યોજના પૂર્ણ થતાં તેની વાહવાહી મેળવવા નેતાઓ તાતાથૈયા કરતાં હોય પણ સિવિલના મુદ્દે ગ્રૂપ કેમ?જેવા સવાલ એરણે ચઢવા પામી રહ્યાનું જાણવા મળેલ છે.

જો સરકાર ગરીબોની દરકાર રાખતી હોય તો આણંદ ખાતે જીલ્લાકક્ષાની સિવિલ હોસ્પિટલની તાતી જરૂરિયાત છે

અત્રે ઉલ્લેખનીય છેકે આણંદ ખાતે સિવિલ બનાવવા અગાઉ બબ્બે સ્થળે ખાતમુહૂર્ત કરાયા પરંતુ તે લોલીપોપ બન્યા બાદ ગત ફેબ્રુઆરીમાં સરકાર દ્વારા વ્યાયામશાળાની જગ્યાએ સિવિલ રૂ.૧૯૧ કરોડના ખર્ચે સાકાર કરવાની મંજૂરી પગલે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી પણ સ્થાનિક નૈતાના ઇશારે રૂકજાવના આદેશ કરવામાં આવ્યા હતા. અત્યાધુનિક સિવિલ સાકાર થાય તો આણંદ સહિત જીલ્લાના કેટલાય પરીવાર માટે આરોગ્યની મહત્તમ સુવિધા મળવા પામે ની ચર્ચા સાથે જો સરકાર ગરીબોની દરકાર રાખતી હોય તો આણંદ ખાતે જીલ્લાકક્ષાની સિવિલ હોસ્પિટલની તાતી જરૂરિયાત છે.

Other News : લગ્ન નોંધણીની કાર્યવાહીમાં ગેરરીતિ આચરનાર તલાટી કમમંત્રી સામે જિલ્લા વિકાસ અધિકારીની કડક કાર્યવાહી

Related posts

ઉતરાયણ તહેવાર પર ૧૦૮ એમ્બ્યુલન્સ એલર્ટ મોડ પર : સુરક્ષિત રીતે ઉજવણી કરવા અપીલ કરાઈ

Charotar Sandesh

આણંદ જિલ્લાના નાગરિકોને નાતાલ અને નવા વર્ષની ઉજવણીમાં કલેકટર આર.જી.ગોહિલનો સંદેશ…

Charotar Sandesh

પ્રિમોન્સુન પ્લાન અંતર્ગત આણંદ-ચિખોદરા રોડ પર આવેલ કાંસની અર્થવિહીન સાફ-સફાઈ કરાતાં રોષ…

Charotar Sandesh