Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

વડતાલધામમાં બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિ દેવોનો ૧૯૭મો પાટોત્સવ ધામધૂમથી ઉજવાયો

પાટોત્સવ ધામધૂમ

વડતાલ આવી જે કોઈ મુમુક્ષો મને ભાવથી ભજશે; તેમના સર્વ મનોરથો હું પૂર્ણ કરશી : શ્રી હરિકૃષ્ણ મહારાજ

વિ.સં.ર૦૮૧ના કારતક સુદ – ૧રના રોજ વડતાલ મંદિરને ર૦૦ વર્ષ પૂર્ણ થશે. આ નિમિત્તે તા.૯ થી ૧પ નવેમ્બર ર૦ર૪નાં રોજ વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ યોજાશે

Vadtal : શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલધામ ખાતે બિરાજતા શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ સહિત આદિદેવોનો ૧૯૭ મો વાર્ષિક પાટોત્સવ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજ, પૂ.મોટા લાલજી સૌરભપ્રસાદજી તથા નાના લાલજી પૂ.દ્વિજેન્દ્રપ્રસાદજી મહારાજના વરહસ્તે ધામધૂમપૂર્વક ઉજવાયો હતો.

આ પ્રસંગે વક્તાશ્રી પૂ.જ્ઞાનજીવન સ્વામી (કુંડળધામ) ચેરમેન શ્રીદેવપ્રકાશ સ્વામી , શ્રીનૌતમપ્રકાશ સ્વામી સત્સંગ મહાસભા સહિત સંપ્રદાયના વરિષ્ઠ સંતો-મહંતો અને મોટી સંખ્યામાં હરિભક્તોએ અભિષેક દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

ભગવાન શ્રીહરિએ ભક્તોને પોતાના સ્વરૂપનું પ્રમાણ આપતા જણાવ્યું હતું કે, હું આ રીતે અહીં વાસુદેવ-કૃષ્ણ સ્વરૂપે પ્રત્યક્ષ રહેલો છું. વડતાલ તીર્થમાં આવી જે કોઈ મુમુક્ષો મને ભાવથી ભજશે. તેમના સર્વે મનોરથ હું પૂર્ણ કરીશ. જ્યાં ધર્મ અને ભક્તિ છે ત્યાં હું વસુ છું. અને એ સત્ય સમજાવવા માટે અમારું વાસુદેવ સ્વરૂપ અમે સ્થાપેલું છે. શનિવારે સવારે મંગળા આરતી બાદ ૬ઃ૦૦ વાગે પાટોત્સવ અને કાર્તકી સમૈયાના યજમાન ભૂપેન્દ્રભાઈ રાવજીભાઈ પટેલના પરિવાર સભ્યો અભિષેક વિધિની પૂજાવિધિમાં બેઠા હતા. મંદિરના પુરોહિત શ્રીધીરેનભાઈ ભટ્ટે પૂજાવિધિ કરાવી હતી.

વિ.સં.ર૦૮૧ના કારતક સુદ – ૧રના રોજ વડતાલ મંદિરને ર૦૦ વર્ષ પૂર્ણ થશે. આ નિમિત્તે તા.૯ થી ૧પ નવેમ્બર ર૦ર૪નાં રોજ વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ ખૂબજ ધામધૂમ પૂર્વક ઉજવાનાર છે. જેનું અનાવરણ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ, પૂ. લાલજી મહારાજ પૂ.જ્ઞાનજીવન સ્વામી – કુંડળધામ, ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામી, સત્સંગ મહાસભાના પ્રમુખ શા.નૌતમપ્રકાશ સ્વમી ર્ડા.સંતવલ્લભ સ્વામી , બાપુ સ્વામી , શ્રીવલ્લભ સ્વામી , ટ્રસ્ટી સભ્ય ઘનશ્યામ ભગત , પ્રભૂતાનંદ સ્વામી , મહેન્દ્રભાઈ નિલગિરિવાળા , શંભુભાઈ સુરત , સહિત સંપ્રદાયના વરિષ્ઠ સંતોના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું. કાર્તિકી સમૈયાનાં મુખ્ય યજમાન ભૂપેન્દ્રભાઈ પટેલને ૭પ વર્ષ પૂર્ણ થતાં હોય તેઓનાં પુત્ર ઉર્જિત પટેલ ધ્વારા દ્વિશતાબ્દી મહોત્સવમાં રૂા.૭પ લાખની સેવા નોંધાવી હતી.

Other News : T20 World Cup : ઇગ્લેંડે શ્રીલંકાને ૪ વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં બનાવી જગ્યા

Related posts

RTE એકટ હેઠળ બાળકોને ધો.૧માં વિનામૂલ્યે પ્રવેશ મળશે : એડમિશન માટે હેલ્પલાઈન જાહેર કરાયા

Charotar Sandesh

વડતાલધામ દ્વારા કોવિડ-૧૯ના દર્દીઓ તથા હોમ કોરોન્ટાઇન દર્દીઓ માટે ઘર બેઠા ટીફીન સેવા…

Charotar Sandesh

આણંદ જિલ્લામાં ઠંડી વચ્ચે રાજકારણ ગરમાયું : ગ્રામ પંચાયતની ચુંટણીને લઈ રાત્રિ બેઠકોનો ધમધમાટ

Charotar Sandesh