Charotar Sandesh
ગુજરાત

ગુજરાત ચૂંટણીમાં મતદાનના દિવસે શાળા-કોલેજો અને સરકારી કચેરીઓમાં રજાને લઈ આવ્યા સમાચાર, જુઓ

સ્કૂલો-કોલેજો

અમદાવાદ : Gujarat Vidhansabha Election ને આડે ગણતરીના દિવસો જ રહ્યા છે ત્યારે ગુજરાતમાં વધુમાં વધુ મતદાન થાય એ માટે ચૂંટણીપંચ પ્રયત્નો કરી રહ્યું છે. Electionના દિવસે સ્કૂલો-કોલેજોથી અને સરકારી ઓફીસ બંધ રહેશે એવી જાહેરાત કરવામાં આવી છે.

Gujarat Vidhansabha Election બે તબક્કા થવાની છે. પહેલા તબક્કા માટે ૧લી ડિસેમ્બર અને બીજા તબક્કા માટે ૫મી ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. ત્યારે જે દિવસે જે જિલ્લાઓમાં મતદાન હશે તે જિલ્લાઓની સ્કૂલ-કોલેજોથી માંડી સરકારી કચેરીઓ બંધ રહેશે. સ્કૂલો-કોલેજો એને સરકારી કચેરીઓના બિલ્ડીંગમાં મતદાન મથક પણ રાખવામા આવે છે. શિક્ષકો,અધ્યાપકોથી માંડી વહિવટી કર્મચારીઓ સહિતના મોટા ભાગના Government કર્મચારીઓ ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હોય છે.

આ ઉપરાંત Collegeમાં અભ્યાસ કરતા અને મતદાન યોગ્ય વિદ્યાર્થીઓ મતદાન કરી શકે તે રજાની જાહેર કરવામાં આવી છે

પ્રથમ તબક્કામાં ૧લી ડિસેમ્બરના રોજ સૌરાષ્ટ્ર,કચ્છ અને દક્ષીણ ગુજરાતની ૮૯ બેઠકો પર મતદાન થશે. જયારે બીજા તબક્કામાં ૫મી ડિસેમ્બરના રોજ બાકીની ૯૩ બેઠકો પર મતદાન છે. જેમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે. ગુજરાતમાં વધુમાં વધુ મતદાન થાય એવા ધ્યેય સાથે વિવિધ માધ્યમોથી ચૂંટણીપંચ મતદાન અંગે જાગૃતિ ફેલાવી રહ્યું છે.

Other News : ટી૨૦ વર્લ્ડકપમાં પાકિસ્તાન હારી જતાં કાશ્મીરી વિદ્યાર્થીઓ બગડ્યા : બેફામ પથ્થરમારો ! જુઓ

Related posts

નકલી-નકલી સાવધાન ! ઘી, મિઠાઈ, મસાલા બાદ હવે મુખવાસમાં ભેળસેળ, ૧.૪૦ ટન જથ્થો જપ્ત

Charotar Sandesh

૧ જાન્યુઆરીથી એટીએમથી નાણાં ઉપાડવાના આ નવા નિયમો શરૂ થશે, જાણો

Charotar Sandesh

મુખ્યમંત્રી રૂપાણીના રાજકોટ સિવિલમાં ગોરખધંધો, ૯ હજાર આપો તુરંત બેડ મેળવો…

Charotar Sandesh