Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

આણંદમાં દીકરીઓની સુરક્ષા માટે જાહેરનામું : ગર્લ્સ હોસ્ટેલ, કોલેજ, સ્કૂલની પ૦ મીટરની હદમાં ભેગા થવા પર પ્રતિબંધ

તમામ નર્સરી સ્કૂલો

સવારે ૭ વાગ્યા પહેલા અને રાત્રે ૮ વાગ્યા પછી તમામ કોચિંગ ક્લાસ ચાલુ નહીં રાખી શકાય

આણંદ જિલ્લાની નર્સરી સ્કૂલો / સ્કૂલો / કોલેજો / ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલોની આસપાસના ૫૦ મીટરના જાહેર માર્ગ ઉપર ઉભા રહેવા કે બેસવા પર પ્રતિબંધ

આણંદ : આણંદના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કેતકી વ્યાસે તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા આણંદ જિલ્લામાં આવેલ તમામ નર્સરી સ્કૂલો/સ્કૂલો/કોલેજો/ટયુશન કલાસ તથા મહિલા હોસ્ટેલોની આસપાસના ૫૦ મીટર સુધીના જાહેર માર્ગ ઉપર કોઇપણ પુરૂષ/પુરૂષોએ વ્યાજબી કારણ વગર વાહન સાથે અથવા વાહન વગર ઉભા રહેવા કે બેસવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.

આ હુકમ નર્સરી સ્કુલો/સ્કુલો/કોલેજો/ટયુશન કલાસીસ તથા મહીલા હોસ્ટેલ ખાતે આવતા વિદ્યાર્થીઓ, તેમને છોડવા તથા લેવા માટે આવતા વાલીઓ તથા ઓટો/વાન માલિકો-ડ્રાઇવરો (જેમની પાસે ઓળખપત્ર હોય તેવા જ), તેમજ વ્યાજબી કામથી આવતા વિધાર્થીઓ તથા વાલીઓને લાગુ પડશે નહીં.

આ હુકમ તા.૧૪/૮/૨૦૨૩ સુધી અમલમાં રહેશે, તેમજ હુકમનો ભંગ અથવા ઉલ્લંધન કરનાર શિક્ષાને પાત્ર થશે.

Other News : જાહેરનામું : આણંદ જિલ્લામાં વાહનોની લે-વેચ કરનાર બ્રોકર-એજન્ટોએ નિયત રજીસ્ટર નિભાવવાનું રહેશે

Related posts

આણંદમાં રહેણાંક-ભરચક વિસ્તારમાં બનેલ ભયાનક આગની ઘટનામાં ચર્ચાતા સવાલો !

Charotar Sandesh

ગેરકાયદે દબાણો દૂર કરો – સાંસદ મિતેષભાઈ પટેલે બીજી વખત કર્યો અનુરોધ : દબાણો દૂર થશે કે કેમ ચર્ચાનો વિષય

Charotar Sandesh

આજના સમયમાં ધાર્મિક અને કૃષિ ક્ષેત્રે સરદાર પટેલના “ચરોતર પંથક”નું નામ અકબંધ રહ્યું છે…

Charotar Sandesh