Charotar Sandesh
ક્રાઈમ ગુજરાત

સને ૨૦૨૨થી વચગાળા જામીન પરથી ફરાર કાચા કેદીને દબોચી લેતી એલસીબી ઝોન-૧

એલસીબી ઝોન-૧

Ahemdabad : પેરોલ ફર્લો તથા વયગાળા જામીન ઉપર છુટી ફરાર થયેલ આરોપીઓ શોધી કાઢવા સારૂ પોલીસ કમિશ્નરશ્રી સંજય શ્રીવાસ્તવ સાહેબના હુકમથી અધિક પોલીસ કમિ. સેકટર-૧ શ્રી નિરજ બડગુજર સાહેબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧, શ્રી સનિ હસન સાહેબ ના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ઝોન-૧ પો.સબ.ઈન્સ. શ્રી એચ.એચ.જાડેજા નાઓની સુચનાથી એલ.સી.બી. ઝોન-૧ ટીમના અ.હે.કો. મયુરધ્વજસિંહ રાજેન્દ્રસિંહ તથા અને કો. સરદારસિંહ જેશીંગભાઇ તથા અ.પો.કો. મોહમ્મદરફીક સિકરમીયા તથા પો.કો. અમીતસિંહ વિાભાઇ નાઓ દ્વારા વયગાળા જામીન ઉપર છુટી ફરાર થયેલ આરોપી કેદી નં.૧૦૮૮ પિયુષ પરસોતમ ભાઇ જાકાસણીયા જાતે-પટેલ ઉ.વ.૨૬ રહે.ગામ-મેથાણ તા.ધ્રાગંધ્રા જી.સુરેન્દ્રનગર નાનેનવરંગપુરા ની હાઇકોર્ટ વાળી ગળી ખાનેથી ઝડપી લીધા છે.

વાસણા પોલીસ સ્ટેશન પાર્ટ “એ” ગુ.ર.નં.૬૩/૧૯ ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬,૩૭૬(૧),૨ તથા પોક્સો એક્ટની કલમ ૩(એ),૪,૫, (એલ). મુજબના કામે કોર્ટ કસ્ટડી હેઠળ અમદાવાદ મધ્યસ્થ જેલમાં કાચા કેદની સજા ભોગવી રહેલ અમદાવાદ મધ્યસ્થ જેલ કાચા કેદી નંબર,૧૦૮૮ પિયુષ પરસોતમભાઇ જાકાસણીયા રહે. ગામ-મેથાણ તા.ધ્રાગંધ્રા જી.સુરેન્દ્રનગર નાનો ગઇ તા.૨૬/૧૧/૨૦૨૨ ના રોજ વચગાળા જામીન ઉપર છુટેલ હતો અને તા.૦૩/૧૨/૨૦૨૨ ના રોજ વયગાળા જામીન રજા પુર્ણ થયેથી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનુ હતુ પરંતુ પોતે હાજર થવાને બદલે વચગાળા જામીન રજા ઉપરથી ફરાર થઇ ગયેલ હતો. જેને આજરોજ પકડી પાડી તા.૧૨/૦૪/૨૦૨૩ ના રોજ ડિટેઇન કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે સોંપવામાં આવેલ છે.

  • Shailesh Patel

Other News : આણંદમાં વાહન ચેકિંગ દરમ્યાન પોલીસ સામે રોફ જમાવી ધાક-ધમકી આપનાર બે શખ્સોની અટકાયત કરાઈ

Related posts

કોરોના વેક્સિન લીધા બાદ પણ સાત પોલીસકર્મીઓને કોરોનાનો ચેપ લાગ્યો…

Charotar Sandesh

CAAને સમર્થન આપતો પ્રસ્તાવ ગુજરાત વિધાનસભામાં પસાર…

Charotar Sandesh

આજથી વરરાજાના વરઘોડા ઉપર પ્રતિબંધ અમલી : લગ્નમાં રસોઈયા-બેન્ડવાળા મળી 100 સભ્યો ગણાશે..

Charotar Sandesh