Charotar Sandesh
વર્લ્ડ

અમેરીકાના ન્યુજર્સીના જૈન સંઘમાં પ્રથમવાર શ્રી ધર્મચક્ર તપની સામુહિક આરાધના કરાઈ

અમેરીકાના ન્યુજર્સી

USA : ૫.પૂ. ગુરુદેવ ગચ્છાધિપતિ આ. ભ. શ્રી રાજયશસૂરીશ્વરજી મ સા. અને શ્રી ચંદ્રધર્મચક્ર તપપ્રભાવક ૫૫ આચાર્યદેવ શ્રીમદ વિજય જગવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબ ના આશીર્વાદ અને પ્રેરણાથી અમેરીકાના ન્યુ જર્સી રાજ્યમાં ફેંકલીન નગરમાં આવેલા શ્રી મુનિસુવ્રતસ્વામી જીનાલયના શ્રી સંઘમાં ઇતિહાસમાં સૌપ્રથમ વાર પરમ પાવન અને મંગલકારી શ્રી ધર્મચક્ર તપની સામુહિક આરાધનાનું આયોજન થયું છે.

શ્રી સંઘના પ્રેસીડેંટ શ્રી મિહીરભાઇ અને તેમના ધર્મપત્ની શ્રીમતી કેતકીબેનની આગેવાનીમાં કુલ ૨૬ તપસ્વીઓ ધર્મચક્ર તપની ૮૨ દિવસની તપસ્યા કરી રહ્યા છે

જેમાં પ્રથમ અક્રમ, પછી આંતરે દિવસે બિયાસણા અને ઉપવાસ અને છેલ્લે અક્રમ, એમ કુલ ૪૩ ઉપવાસ અને ૩૯ બેસણા આવશે. તપની શુભ શરૂઆત જુલાઈ રથી થઇ ગઇ છે, અને તપ સપ્ટેમ્બર ૨૧ તારીખે પૂર્ણ થશે. શ્રી સંઘ તરફથી સાંજનું સામુહિક બિયાસણા કરાવવામાં આવે છે. આ બિયાસણા ની તૈયારી સંઘના કાર્યકર્તા કરી રહ્યા છે. સંઘના અગ્રિણ્ય દાતાપરિવારો તન, મન અને ધન થી આ અનુષ્ઠાન માં જોડાયા છે.

Other News : તીર્થધામ વડતાલમાં ૪૫ દિવસીય હિંડોળા મહોત્સવનો આચાર્ય મહારાજના હસ્તે શુભારંભ કરાયો

Related posts

અમેરિકાના ટેક્સાસ ચર્ચમાં ગોળીબાર : બે લોકોના મોત,એક ઘાયલ…

Charotar Sandesh

૧૫ ઑગસ્ટ સુધી ટિકટોક ન વેચાયું તો અમેરિકામાં પ્રતિબંધ લદાશે : ટ્રમ્પની ચેતવણી

Charotar Sandesh

ભારતમાં ૧૫ મે સુધીમાં પીક પર પહોંચશે કોરોના, રોજના થશે ૫૬૦૦ના મોત : અમેરિકાનો દાવો

Charotar Sandesh