Charotar Sandesh
ચરોતર મધ્ય ગુજરાત

આણંદ નવા બસ સ્ટેશન ખાતે મહા સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા જાગૃતિ રેલી યોજાઇ

દેશ અને રાજ્ય સહિત આણંદ જિલ્લાના નાગરિકો, અધિકારી-પદાધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના કર્મચારીઓ સહર્ષ જોડાઇ રહ્યા છે

સાવધાન ! ગુજરાત પર મંડરાઇ રહ્યો છે વાવાઝોડાનો ખતરો

આણંદ : મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા શરૂ કરાયેલા સ્વચ્છતા અભિયાનને સમગ્ર દેશે વધાવી લીધો છે. આ અભિયાનમાં દેશ અને રાજ્ય સહિત આણંદ જિલ્લાના નાગરિકો, અધિકારી-પદાધિકારીઓ તેમજ વિવિધ વિભાગોના કર્મચારીઓ સહર્ષ જોડાઇ રહ્યા છે.

આ કાર્યક્રમના ભાગરૂપે આણંદ એસ.ટી ડેપો મેનેજરશ્રી કે.એમ. શ્રીમાળીના માર્ગદર્શન હેઠળ આણંદ નવા બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં આણંદ ડેપોના ટી.આઈ.શ્રી અક્ષયભાઈ, ટી.સી. ઐયુબભાઈ, ટ્રાફિક સ્ટાફ, ચારુસેટ યુનિવર્સિટીની નર્સિંગ કોલેજની વિદ્યાર્થીનીઓ તથા મેથોડીસ્ટ નર્સિંગ કોલેજ, નડિયાદની વિદ્યાર્થીનીઓએ જોડાઈને લોકોને સ્વચ્છતાનો સંદેશો પાઠવ્યો હતો.

Related posts

બુલેટ ટ્રેન પ્રોજેક્ટથી અસરગ્રસ્ત પરિવારોનાં ૯ તાલીમાર્થીઓને નોકરી માટેનાં નિમણૂંકપત્રો એનાયત કરાયા…

Charotar Sandesh

RRSA Foundation દ્વારા મૂંગા જીવો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી

Charotar Sandesh

ICICI બેન્કમાંથી બોલું છું કહી ઓટીપી મેળવી ૧.૨૫ લાખની ઠગાઈ થતાં પોલીસ ફરિયાદ, જુઓ બનાવ

Charotar Sandesh