ખેડા જિલ્લામાં ઝેરીલી સીરપ પીવાથી થયેલ મોતની ઘટનામાં ત્રણ આરોપીઓની અટકાયત કરાઈ, તેમાંથી એક ભાજપનો કોષાધ્યક્ષ હતો
નડિયાદ : ખેડા પંથકમાં ઝેરીલી સીરપ પીવાથી થયેલ મોતની ઘટનામાં ત્રણ શંકાસ્પદ આરોપીમાં ભાજપના કોષાધ્યક્ષ કિશોર સોઢા પણ હતો, જો કે ભાજપ દ્વારા કાર્યવાહી કરાતાં Syrup કાંડના આરોપસર તેને પદ પરથી દૂર કરાયા છે.
વધુમાં, ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલ બિલોદરા ગામે શંકાસ્પદ સિરપ પીવાથી ૫ લોકોના મોત થયા હતા. મોતની ઘટના બાદ તપાસ કરતા સામે આવ્યું કે મૃતકોમાંથી ૩ લોકોએ આયુર્વેદિક સિરપ પીધુ હતુ. જેના લીધી તેઓના મોત નિપજ્યાં છે. આજે વધુ એકનો ભોગ લેવાયો છે, આ મામલે પોલીસ એક્શન મોડમાં આવી છે અને આયુર્વેદિક કફ Syrup નું વેચાણ અને સપ્લાય કરનાર ૩ લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.
Other News : ખેડા જિલ્લામાં ઝેરીલી સિરપએ વધુ એકનો ભોગ લીધો : મૃત્યુઆંક ૬ થયો, હજુય ઘણા લોકો સારવાર હેઠળ