Charotar Sandesh
ગુજરાત

ક્રાઇમ બ્રાંચના પોલીસ ઓફીસર તરીકેની ઓળખ આપી લુંટ કરનાર બે ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી LCB ઝોન-૧

ક્રાઇમ બ્રાંચના પોલીસ

તા.૦૨/૦૫/૨૦૨૪ ના રોજ વાડજ વિસ્તારમા આવેલ નિરર્ણયનગર ગરનાળા પાસે કલર કોન્ટ્રાકટરને ક્રાઇમ બ્રાંચના પોલીસ ઓફીસર તરીકેની ઓળખ આપી “રાકેશ”નામનુ નકલી આઇ.ડી. કાર્ડ બતાવી “આચાર સંહીતા લાગુ છે ! તેમ જણાવી ડરાવી કલર કોન્ટ્રાકટરે પહેરેલ સોનાના દાગીના ઉતરાવી લઇ લુંટ કરેલાનો બનાવ બનવા પામેલ જે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ગુનામા સંડોવાયેલઇસમોને શોધી કાઢવા સારૂ પોલીસ કમિશ્નરશ્રી જી.એસ. મલિક સાહેબના હુકમથી અધિક પોલીસ કમિ.શ્રી સેકટર-૧ શ્રી નિરજકુમાર બડગુજર સાહેબતથાનાયબ પોલીસ કમિશ્નર ઝોન-૧, શ્રી હિમાંશુકુમાર વર્માસાહેબનાઓના માર્ગદર્શન હેઠળએલ.સી.બી. ઝોન-૧પો.સબ.ઈન્સ.શ્રી એચ.એચ.જાડેજાની સુચનાથી એલ.સી.બી. ઝોન-૧ પોલીસ સ્ટાફના કર્મચારીઓની જુદી જુદી ટીમ બનાવી હ્યુમન અને ટેક્નીકલ સોર્સીસની મદદથી ગુનો આચરના ઇસમોને શોધવા કાર્યરત હતા.

દરમિયાન સ્ટાફના અ.હે.કો. અરવિંદભાઇ ડાહ્યાભાઇ તથા અ.પો.કો. ગંગારામભાઇ રૂપસીભાઇનાઓને આ ગુનો આચરનાર વ્યકતી ઇરાની ગેંગના સભ્ય હોવાની અને આ બન્ને ઇસમો અજમેર, રાજસ્થાન હોવાની બાતમી હકીકત મળતા ઉપરી અધિકારીશ્રીની મંજુરી મેળવી અજમેર ખાતેથી અજમેર પોલીસ સ્ટાફના રાજારામ સઉની અને નેમીચંદજી ની મદદ મેળવી ગુનો આચરનાર ઇરાની ગેંગના સભ્ય (૧) અબાલુ જાફર ઇરાની (૨) તાહીર સૈફુઅલી સય્યદ(ઇરાની) બન્ને રહે- ઇરાની બસ્તી, શીવાજીનગર,પુણે, મહારાષ્ટ્ર નાઓને પકડી પાડી વાડજ પોલીસ સ્ટેશન ખાતેનોંધાયેલ લુંટના ગુનાનો ભેદ ઉકેલી એલ.સી.બી. ઝોન-૧ દ્વારા સારી અને પ્રશંસનીય કામગીરી કરવામા આવેલ છે.

Other News : શ્રી લક્ષ્મીનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપક્રમે વડતાલધામમાં દેવોને ૧૦ હજાર કિલો કેરીનો અન્નકુટ

Related posts

સુરતમાં કરૂણાંતિકા : ડ્રાઇવર અને ક્લિનરની ધરપકડ : મૃતકોના પરિવારને ૨-૨ લાખની સહાયની જાહેરાત…

Charotar Sandesh

વંદેભારત ટ્રેનને ત્રીજીવાર અકસ્માત નડ્યો, આ રેલ્વે સ્ટેશન નજીક ગાય સાથે અથડાતા એન્જિનને મોટું નુકસાન

Charotar Sandesh

તાઉતે વાવાઝોડાની સહાયમાં વિસંગતા મામલે કોંગ્રેસના ધારાસભ્યોનું ગાંધીનગર ખાતે વિરોધ પ્રદર્શન

Charotar Sandesh