Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ખંભાતમાં થયેલા તોફાનો અંગે મોટો ખુલાસો, બહારથી લોકોને લાવી કરાવ્યો હતો હુમલો

ખંભાતમાં થયેલા તોફાનો

Anand : રાજ્યમાં રામનવમી પર્વ નિમિત્તે ઠેર-ઠેર શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે ખંભાત અને સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં રામનવમીની શોભાયાત્રામાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો.

ત્યારે આજે ખંભાત (khambhat) માં થયેલ તોફોનો મામલે મોટો ખુલાસો થયો છે, જેમાં પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રવિવારના રોજ રામનવમી પર્વ યોજાયેલ ની શોભાયાત્રામાં થયેલ આ હિંસા ફેલાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું, જેમાં પોલીસે ૩ મૌલવી અને અન્ય બે શખ્સોએ આ ષડયંત્ર ઘડ્યું હોવાનું સામે આવી રહ્યું છે, અને શોભાયાત્રામાં હુમલા માટે બહારથી લોકોને બોલવવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે. જેમાં પોલીસે બે શખ્સો મુસ્તકીમ મૌલવી, મતીન મોહસીન નામના ૩ ભાઈઓની અટકાયત કરાઈ છે, સાથે ૧૦૦થી વધુના ટોળા સામે ફરિયાદ દાખલ કરાઈ છે અને પુછપરછ હાથ ધરાઈ છે.

આ હુમલાખોરોને કોણે ફંડિંગ આપ્યું અને કોણે મદદ કરી હતી તે અંગે મૌલવીઓની પુછપરછ હાથ ધરાઈ છે

મળતી માહિતી મુજબ, રામનવમીના આગલા દિવસે આ ષડયંત્રનું પ્લાન ઘડવામાં આવેલ હતું, જે હુમલા માટે ખંભાતની બહારના શખ્સોને બોલાવાયેલ, કેમ કે સ્થાનિક લોકો હોય, તો પોલીસ તપાસમાં ઓળખ થઈ શકે તે માટે ખંભાતના બહારથી હુમલાખોરોને બોલાવવામાં આવેલ. જેઓ સામે હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને વધુ તપાસ હાથ ધરાઈ છે.

વધુમાં, આ હુમલાખોરોને કોણે ફંડિંગ આપ્યું અને કોણે મદદ કરી હતી તે અંગે મૌલવીઓની પુછપરછ હાથ ધરાઈ છે, જેથી આ અંગે વધુ ખુલાસા સામે આવે તેમ છે.

Other News : હિંમતનગર-ખંભાત હિંસા મુદ્દે મુખ્યમંત્રીએ યોજી ઉચ્ચ સ્તરીય બેઠક : ૧૧ આરોપીઓના ૩ દિનના રિમાન્ડ મંજૂર

Related posts

આજે વધુ ૭ દર્દીઓને રજા આપવામાં આવી : જિલ્લામાં હવે માત્ર પાંચ દર્દીઓ સારવાર હેઠળ…

Charotar Sandesh

વાસદ ટોલનાકા પર ફાસ્ટ ટેગ વગરના આવાગમન કરતા વાહનો માટે એક જ માર્ગ કરતાં ટ્રાફિક જામ…

Charotar Sandesh

અમદાવાદ-આણંદ-નડિયાદ સહિત વડોદરામાં વરસાદી માહોલ : મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી…

Charotar Sandesh