Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

નશાબંધી પ્રચાર સપ્તાહ અંતર્ગત સુણાવ ખાતે વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

નશાબંધી પ્રચાર સપ્તાહ

આણંદ : નશાબંધી અને આબકારી કચેરી, આણંદ દ્વારા વ.બે.હાઈસ્કૂલ સુણાવ ખાતે નશાબંધી પ્રચાર સપ્તાહ અંતર્ગત વ્યસનમુક્તિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં નિયામક શ્રી નશાબંધી અને આબકારી ગુજરાત રાજ્ય ગાંધીનગર શ્રી સુનિલકુમાર સાહેબ(આઈ એ એસ), બ્રહ્માકુમારીઝ ના શ્રી ગીતાદીદી, નશાબંધી અને આબકારી અધિક્ષક એચ.જી.મસાણી, સુણાવ કેળવણી મંડળના પ્રમુખ શ્રી આશીતભાઈ પટેલ, મંત્રી શ્રી, કારોબારી સભ્ય શ્રી, નશાબંધી નિયોજક શ્રી ગીતાબેન સોલંકી, તથા શાળાના આચાર્ય શ્રી જાસ્મિનભાઈ પટેલ તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહયા.

નિયામક શ્રી નશાબંધી અને આબકારી ખાતું,ગુજરાત રાજ્ય ગાંધીનગર શ્રી સુનિલકુમાર સાહેબે આ પ્રસંગે વિદ્યાર્થીઓ ને સંબોધિત કરતા જણાવ્યું કે ચરોતરનની ભૂમિ એ સરદાર વલ્લભભાઈ પટેલ જેવા આદર્શ મહાનુભાવોની ભૂમિ છે, તથા દેશ માટે તેમણે આપેલા બલિદાન ને યુગો સુધી યાદ રાખવામા આવશે તથા હજુ પણ આ શક્તિશાળી ભૂમિમાંથી અન્ય વિરલ વ્યક્તિઓનું નિર્માણ થાય અને વ્યસનમુકિત અંગે ભગીરથ કાર્ય કરે એવું ઇચ્છનીય છે, તથા વિદ્યાર્થીઓ ના ઉજ્જવળ ભાવિ માટે વ્યસનમુક્તિ કેટલી જરૂરી છે તે બાબત પર પ્રકાશ પાડ્યો, આઝાદી ચળવળ દરમિયાન ચરોતરની ભૂમિમાં દારૂબંધી અંગે થયેલા પ્રયત્નો પર પ્રકાશ પાડ્યો, તથાય બ્રહ્માકુમારીઝ ના શ્રી ગીતાદીદી એ રાજયોગ તથા આધ્યાત્મનો માર્ગ અપનાવી કેવી રેટ વ્યસનમુક્ત બની શકાય તે બાબત સમજાવી.

વિદ્યાર્થીઓએ આ પ્રસંગે આયોજિત વ્યસનમુક્તિ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ પોતાના વિચારો રજુ કર્યા

ત્યારબાદ વિદ્યાર્થીઓ એ આ પ્રસંગે આયોજિત વ્યસનમુક્તિ વકતૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ પોતાના વિચારો રજુ કર્યા, અને તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા, ત્યાર બાદ અધિક્ષક શ્રી એચ.જી.મસાણી દ્વારા ઉપસ્થિત તમામને વ્યસનમુક્તિ પ્રતિજ્ઞા લેવરાવી અને આચાર્ય શ્રી જાસમીનભાઈ પટેલ દ્વારા આભારવિધિ કરી કાર્યક્રમ પુર્ણ કર્યો.

Ketul Patel, Anand

Other News : શ્રી લાંભવેલ હનુમાનજી મંદિર ખાતે એક દિવસીય વિશ્વ હિન્દુ પરિષદ આણંદ જિલ્લાનો અભ્યાસવર્ગ યોજાયો

Related posts

કાસોરમાં ઉપસરપંચના વિજેતા ઉમેદવારના રોડ શોમાં કોરોના નિયમોના ધજાગરા : પોલીસે ગુનો નોંધ્યો

Charotar Sandesh

આણંદ બેંક ઓફ બરોડામાં ફાયરિંગ થતાં એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત : પોલિસે સિક્યુરીટી ગાર્ડની કરી ધરપકડ

Charotar Sandesh

આણંદમાં સ્વસહાય જૂથની ગ્રામીણ મહિલાઓ દ્વારા કલાત્મક ચીજોનું વેચાણ કરવા પ્રાદેશિક મેળો-૨૦૨૧

Charotar Sandesh