Charotar Sandesh
ક્રાઇમ સમાચાર ચરોતર

ખંભોળજના ખેડૂતોને નુકશાન પહોંચાડનાર તત્ત્વો સામે કડક કાર્યવાહી કરવા કલેક્ટર સમક્ષ માંગ કરાઈ

ખંભોળજના ખેડૂતો

૨૫મી સુધીમાં કરેલ પ્રશ્ન હલ નહીં થાય તો ધરણાં કાર્યક્રમની ચીમકી : કલેકટરને આવેદનપત્ર

આણંદ : ગામમાં ભરવાડોના ત્રાસના વિરુદ્ધમાં ખંભોળજ ગામના ખેડૂતોએ રેલી કાઢી જિલ્લા ક્લેકટરને આવેદનપત્ર આપીને ઉગ્ર રજુઆત કરાઈ છે, અને કેટલાક તત્વો સામે કાર્યવાહી કરવાની માગ કરી હતી.

જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી છેલ્લા કેટલાંક સમયથી ભરવાડ સમાજ દ્વારા ખોટી રીતે હેરાન કરીને ખંભોળજમાં ખેડૂતોના ખેતરના ઉભા પાકને નુકશાન કરાતાં રોષ વ્યકત કર્યો હતો. તેઓએ રજૂઆત કરેલ કે, ખેતરમાં એકલ દોકલ ખેડૂત હોય તો તેની સાથે ઝગડો કરીને મારા મારી જાનથી મારી નાંખવાની ધમકી આપે છે. તો વળી કયારેક પોતાનાની ગાય પર જીતે એસીડ રેડીને ખેડૂત સામે પોલીસ સ્ટેશન ખોટી ફરિયાદ નોંધાવીને હેરાન પરેશાન કરે છે.

મોટીસંખ્યામાં ખેડૂતો એકત્ર થયા હતા અને આણંદ ખાતે આવેદનપત્ર આપવા પહોંચ્યા હતા

જિલ્લા ક્લેકટરને આવેદનપત્ર આપીને ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, માલધારી સમાજ પોતાની રીતે સક્ષમ છે. તેઓની પાસે જમીન, મકાન સહિત માલમિલક્ત મોટાપ્રમાણ હોય છે. તેમ છતાં તેમને માલધારી વિચરતી જાતિમાં સમાવેશ કર્યો હોવાથી તેનો ઘેર લાભ ઉઠાવીને ખેડૂતો હેરાન કરી રહ્યાં છે. ત્યારે ખેડૂતોએ કલેકટરને આવેદનપત્ર આપી માથાભારે કેટલાક ભરવાડો સામે પગલાં લેવાની માંગ કરી છે. તેમ છતાં પ્રશ્ન હલ નહીં થાય તો આગામી ૨૫મી એપ્રિલથી ખેડૂતો ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Other News : ખંભાતના શક્કરપુરમાં થયેલ પથ્થરમારામાં ઝડપાયેલ આરોપીઓએ રિમાન્ડ દરમ્યાન કર્યો મોટો ખુલાસો

Related posts

વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં મહામંત્રનો રર૦મો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમપુર્વક ઉજવાયો

Charotar Sandesh

મકરસંકરાંતિ નિમિત્તે વડતાલ મંદિર દ્વારા વિદ્યાર્થીઓને પતંગ-ચીક્કીનું વિતરણ કરાયું

Charotar Sandesh

સામરખા એક્સપ્રેસ હાઈવે પાસે શાકભાજીની આડમાં હેરાફેરી થતો ૩.૬૦ લાખનો વિદેશી દારૂ ઝડપાયો…

Charotar Sandesh