Charotar Sandesh
ચરોતર સ્થાનિક સમાચાર

કલેક્ટરના આદેશ છતાં પાલિકાએ કાર્યવાહી ન કરાતાં બોરસદમાં જર્જરીત જૂનુ મકાન જમીનદોસ્ત થયુ, મોટી જાનહાનિ ટળી

આણંદ : થોડા દિવસ અગાઉ બોરસદમાં ભારે વરસાદ (heavy rain) ને લઈ આફતો સર્જાઈ હતી, ત્યારે જિલ્લા કલેક્ટર પાલિકાને પ્રિ-મોન્સુન પ્લાન અંતર્ગત જર્જરિત મકાનો ઉતારી લેવા સુચના આપેલ. છતાં પાલિકાએ સુચના અંગે કોઈ કાર્યવાહી કરેલ નહીં.

પ્રાપ્ત માહિતી અનુસાર, આજે બોરસદના મોટી ગોલવાડ વિસ્તારમાં આશા ઘેલાની ખડકી ખાતે સવારના સુમારે વર્ષો જુનું મકાન જમીનદોસ્ત થતાં અફરાતફરી મચી જવા પામેલ હતી, આ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી. હાલમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરાઈ છે, ત્યારે જર્જરીત મકાનોને લઈ કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યા હોવા છતાંય પાલિકા દ્વારા કાર્યવાહી ન કરાતાં આશ્ચર્ય સર્જાયું છે.

આ બાબતે બોરસદ પાલિકાના ચીફ ઓફિસર યોગેશ ગણાત્રાએ જણાવેલ કે, પ્રિ-મોન્સુનના ભાગરૂપે જર્જરિત મકાનોને ઉતારી લેવા અગાઉ નોટીસ અપાઈ હતી. ભારે વરસાદના પગલે આવા મકાનો તાત્કાલિક ઉતારી લેવા માટે ફરી નોટીસ અપાશે.

Other News : ગુજરાતમાં દારૂનું દુષણ ૮ને ભરખી ગયું : ભાવનગરના બોટાદમાં ઝેરી દેશી દારૂ પીતા ૮ના મોત, ૫ની હાલત ગંભીર

Related posts

ધૂળેટીની ઉજવણી ઉપર પ્રતિબંધ મુકાતા રંગો અને પિચકારીનો ધંધો ઠપ્પ : વેપારીઓમાં ચિંતા…

Charotar Sandesh

મૂળ નડિયાદના યુવાનનું ન્યૂજર્સીમાં મોત, કોરોનાથી મોતની ફેલાઈ અફવા…

Charotar Sandesh

રવિવારે ગ્રામ પંચાયતોમાં ચુંટણી જંગ : જિલ્લામાં ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે મતદાન યોજાશે

Charotar Sandesh